scorecardresearch
Premium

Junagadh Heavy Rain : જુનાગઢ ભારે વરસાદથી જળબંબાકાર | રસ્તા નદીમાં ફેરવાયા, વાહનો-પશુઓ તણાયા – VIDEO

Junagadh Heavy Rain video : જુનાગઢમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર રસ્તા પર પાણી ફરી વળતા રસ્તા નદી બની ગયા છે. વાહનો, પશુઓ તણાઈ રહ્યા છે. જુનગઢથી વીડિયોમાં આવી રહ્યા ભયાવહ દ્રશ્યો

Junagadh | Heavy Rain | Gujarat Weather
જુનાગઢમાં ભારે વરસાદ ઠેર ઠેર જળબંબાકાર

Junagadh Heavy Rain : ગુજરાતમાં બે દિવસ ગીર સોમનાથ અને દ્વારકામાં મેઘરાજાએ અનરાધાર વરસાદ કર્યો ત્યારબાદ આજે દક્ષિણ ગુજરાતના નવસારી અને સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી નવસારીમાં સવારથી અત્યાર સુધી 12 ઈંચ વરસાદ પાડી દીધો છે, તો જુનાગઢમાં માત્ર બે કલાકમાં જ પાંચ ઈંચથી વધુ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ બાજુ જુનાગઢમાં કાલવા નદીમાં ઘોડાપૂર આવતા શહેરમાં પાણી પરી વળ્યું છે, જેના પગલે શહેરમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

જુનાગઢ શહેરની વાત કરીએ તો, જુનાગઢમાં સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. જેને પગલે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ નદી અને દરીયા જેવી લાગી રહી છે. વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.

જુનાગઢમાં માત્ર બે કલાકમાં 5 ઈચથી વધુ વરસાદ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. રસ્તા પર ગાડીઓ તણાઈ રહી છે, પશુઓ તણાઈ રહ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે.

જુનાગઢ શહેરના આ દ્રશ્યમાં જોઈ શકો છો પાણીના ધસમસતા પ્રવાહમાં પશુઓ તણાઈ રહ્યા છે

જુનાગઢમાં ભારે વરસાદને પગલે કેવી સ્થિતિ સર્જાઈ છે તેના વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પાણીનો ધસમસતો પ્રવાહ એકદમ ક્યાંકથી આવે છે અને તેની સાથે વાહનો અને પશુઓ સહિત બધુ તેની સાથે લઈ જાય છે.

આ દ્રશ્ય પણ જુનાગઢ શહેરના છે, જેમાં જોઈ શકાય છે કે એક કાર પાણીના પ્રવાહમાં તણાઈને જઈ રહી છે, કોઈ ઉપરથી આ દ્રશ્ય કેમેરામાં કેદ કરે છે

આ ભયાવહ દ્રશ્યો જુનાગઢના છે. કહેવાય છે કે, નદીની પાર તૂટી પડતા તેના પાણી શહેરમાં ફરી વળ્યા છે. જુઓ વીડિયોમાં જુનાગઢની તારાજીના દ્રશ્યો

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કોઈની દુકાન બહારથી ટાયરો તણાઈ ગયા છે, એક બાઈક પણ તણાઈ જાય છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાંસુ એકદમ જામી ગયું છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગે ગુજરાતમાં હજુ બે દિવસ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે શનિવારે ભાવનગર અને વલસાડ, જુનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આજના દિવસ માટે હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે રેડ એલર્ટ આપ્યું હતું.

જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટ્યું, 2 કલાકમાં 7 ઇંચ ખાબક્યો

સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટ્યું હતું. 2 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. કપરાડામાં 9 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર અને ખંભાળિયામાં 9 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી થયું હતું.

જુનાગઢ જળબંબાકારના ભયાવહ દ્રશ્યો

દક્ષિણ ગુજરાતમા નવસારી જિલ્લામાં જળબંબાકાર

આ બાજુ નવસારી જિલ્લામાં પણ સવારથી જ મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે. નવસારી શહેરમાં સવારથી અત્યાર સુધીમાં 12 ઈંચથી વધુ વરસાદ પડતા પીર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો જલાલપોરમાં 11 ઈંચથી વધુ, તો ખેરગામમાં પણ 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આજે અને આવતીકાલે હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 22 જૂન માટે ભાવનગર અને વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિથી અતિભારે વરસાદ (રેડ એલર્ટ) આપ્યું છે, તો બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારેથી ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) ની આગાહી કરી છે. તો વડોદરા, સુરત, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદમાં કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ (યલો એલર્ટ) થઈ શકે છે. આ સિવાય અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રવિવાર માટે આગાહી

હવામાન વિભાગે 23 જૂન રવિવાર માટે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત અને સુરેન્દ્રનગરમાં કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) ની સંભાવના વ્યક્ત કરી છે, તો પાટણ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, મોરબી અને કચ્છમાં ભારે વરસાદ (યલો એલર્ટ) ની શક્યતા વધારે જોવા મળી રહી છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ થઈ શકે છે.

Web Title: Junagadh heavy rain flood video waterlogging roads vehicles cattle km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×