scorecardresearch
Premium

Jio down: જીયો નેટવર્ક ડાઉન થતાં ઇન્ટરનેટ અને કોલિંગ સર્વિસમાં મુશ્કેલી, યુઝર્સ પરેશાન

સમગ્ર દેશમાં Jio Network down થતાં આજે કરોડો યુઝર્સ પરેશાન થયા. ફોનમાં નેટવર્ક ન આવવું, ઇનકમિંગ અને આઉટગોઇંગ સર્વિસ ખોટવાતાં યુઝર્સે સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલ કર્યું.

Jio network down, Jio network internet down
જીયો નેટવર્ક ડાઉન થતાં ઇન્ટરનેટ અને કોલિંગ સર્વિસમાં મુશ્કેલી. (તસવીર: સોશિયલ મીડિયા)

સમગ્ર દેશમાં Jio Network down થતાં આજે કરોડો યુઝર્સ પરેશાન થયા. ફોનમાં નેટવર્ક ન આવવું, ઇનકમિંગ અને આઉટગોઇંગ સર્વિસ ખોટવાતાં યુઝર્સે સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલ કર્યું. ફોન કોલિંગની સાથોસાથ ઇન્ટરનેટ સેવાઓ પણ ડાઉન અનુભવાઇ.

દેશનું સૌથી મોટું રિલાયન્સ JIO નેટવર્ક રવિવારે એકાએક ઠપ થઇ જતાં ફોન કોલિંગ અને ઇન્ટરનેટ સેવા ખોટવાતાં કરોડો ગ્રાહકો પરેશાનીમાં મુકાયા. જીયો નેટવર્ક ડાઉન થતાં મુશ્કેલીમાં મુકાયેલા ગ્રાહકોએ સોશિયલ મીડિયામાં આ અંગે ભારે ટ્રોલ કર્યું.

ગુજરાત સહિત દેશમાં રવિવારે રાતે એકાએક જીયો નેટવર્ક ડાઉન થતાં ફોન કોલિંગ અને ઇન્ટરનેટ સેવાઓ અસરગ્રસ્ત થઇ હતી. આઉટગોઇંગ અને ઇનકમિંગ કોલ તેમજ ઇન્ટરનેટ સેવાઓ પણ બરોબર ન ચાલતાં ગ્રાહકો પરેશાનીમાં મુકાયા હતા.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાએ 336 રનથી જીત મેળવી, આકાશદીપે 10 વિકેટ લીધી

જીયો નેટવર્ક ડાઉન થતાં સોશિયલ મીડિયામાં ફરિયાદો અને મિમ્સનો જાણે વરસાદ થયો. ગ્રાહકોએ પોતાની પરેશાની અને મિમ્સ બનાવી પોતાની વ્યથા ઠાલવી હતી. જોકે થોડા સમય બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જિયોની સર્વિસ રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ હતી.

Web Title: Jio down network issues in internet issues and calling rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×