scorecardresearch
Premium

સાતમ આઠમ પર 3 દિવસનું મિનિ વેકેશન, સોમનાથ દ્વારકાની બસ – ટ્રેન ફુલ, હોટેલ રૂમ ભાડા પણ વધ્યા

Janmashtami 2025 Mini Vacation : ઓગસ્ટમાં સાતમ આઠમના તહેવાર પર 3 દિવસનું મિનિ વેકેશન હોવાથી મોટાભાગના લોકોએ બહારગામ ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે. સોમનાથ, દ્વારકા અને ઉજ્જૈન જેવા તીર્થધામ તેમજ ઉદયપુરની ટ્રેનો માટે લાંબુ વેઇટિંગ લિસ્ટ છે. મોટાભાગના હોટેલ રૂમ એડવાન્સ બુક થઇ ગયા છે.

somnath temple | gsrtc bus | Gujarat ST Bus
Somnath Temple : સોમનાથ મંદિર. (Photo: Gujarat Tourism / GSRTC)

Janmashtami 2025 : જન્માષ્ટમી પહેલા 15 ઓગસ્ટની જાહેર રજાના કારણે આ વખત 15 થી 17 ઓગસ્ટ દરમિયાન 3 દિવસનું મિનિ વેકેશન મળ્યું છે. આ વખતે સાતમ, આઠમ અને નોમના મીની વેકેશનમાં ઘણા લોકોએ બહારગામ ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે. જેના કારણે સોમનાથ, દ્વારકા અને ઉજ્જૈન જેવા ધાર્મિક સ્થળો અને ઉદયપુર જેવા ગુજરાત નજીકના પ્રવાસ સ્થળોએ ટ્રાવેલર્સ બસ, ટ્રેનનું ટિકિટ બુકિંગ ફુલ થઇ ગયું છે. તો હોટેલ રૂમનો એડવાન્સ બુકિંગ ફુલ થઇ જતા રૂમ ભાડા પણ વધી ગયા છે. આવી સ્થિતિમાં પ્રવાસીઓએ બસ ટિકિટ અને હોટેલ રૂમ માટે વધારે પૈસા ચૂકવવાની તૈયાર રાખવી પડશે.

ઓગસ્ટમાં સાતમ આઠમના તહેવાર પર 3 દિવસનું મિનિ વેકેશન આવ્યું ચે. શુક્રવારે 15 ઓગસ્ટ, શનિવારે કૃષ્ણ જન્માષ્ટમી અને ત્યાર પછી રવિવાર હોવાથી લોકોને 3 દિવસની રજા મળી છે. સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં સાતમ આઠમ અને નોમના તહેવારનું વિશેષ મહત્વ છે. શહેરમાં રહેતા લોકો પણ સાતમ આઠમનો તહેવાર ઉજવવા વતન જાય છે.

બસ, ટ્રેનની ટિકિટ મળવી મુશ્કેલ

તહેવાર ટાણે બસ અને ટ્રેનની ટિકિટ મળવી મુશ્કેલ હોય છે. આજકાલ લોકો બહાર ફરવા જતી વખતે લોકો એડવાન્સમાં બસ અને ટ્રેનની ટિકિટ બુક કરાવી લે છે. 14 થી 16 ઓગસ્ટ માટે સોમનાથ મંદિર જવા માટે અમદાવાદ થી વેરાવળની ટ્રેન ટિકિટમાં 100થી વધુ વેઇટિંગ દેખાય છે.

ગુજરાત એસટી વોલ્વો બસનું ઓનલાઇન ટિકિટ બુકિંગ પણ ફુલ દેખાડે છે. ગુજરાત એસટીની વેબસાઇટ GSRTC પર અમદાવાદ ગાંધીનગરથી સોમનાથ જવા માટે 14 ઓગસ્ટની વોલ્વો બસનું ઓનલાઇન એડવાન્સ બુકિંગ ફુલ દેખાય છે. તેવી જ રીતે અમદાવાદથી દ્વારકા માટેની ગુજરાત એસટી વોલ્વો બસોનું ટિકિટ બુકિંગ ફુલ થઇ ગયું છે. 14 ઓગસ્ટ થી 17 ઓગસ્ટ સુધી મહત્વના ધાર્મિક તીર્થધામ અને પ્રવાસ સ્થળોની બસ ટિકિટ એડવાન્સમાં બુક થઇ ગઇ છે. અમદાવાદ થી ઉજ્જૈન માટેની ટ્રેન ટિકિટમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ દેખાય છે.

હોટેલ રૂમ ભાડા વધ્યા

સામાન્ય રીતે તહેવારો ટાણે મોટી સંખ્યામાં લોકો ધાર્મિક તીર્થધામ અને બહારગામ ફરવા જાય છે. આવી સ્થિતિમાં હોટેલ રૂમ ભાડાં વધી જાય છે. આવ આ વખતે 15 થી 17 ઓગસ્ટ સુધી લાંબુ વિકેન્ડ હોવાથી મોટાભાગના હોટેલ રૂમ એડવાન્સમાં બુક થઇ ગયું છે. હોટેલ રૂમની માંગ વધતા હોટેલ સંચાલકો પણ રૂમના ભાડાં 10 થી 25 ટકા સુધી વધારી દે છે. પરિણામે જેમણે એડવાન્સમાં હોટેલ રૂમ બુકિંગ કરાવ્યું નથી તેમણે વધારે પૈસા ચૂકવવા પડશે.

Web Title: Janmashtami 2025 mini vacation somnath dwarka ujjain bus train ticket booking full hotel room charges rises as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×