Jamnagar housing building collapsed : જામનગરમાં એક ત્રણ માળની હાઉસિંગ બિલ્ડિંગ ઘરાશાયી થયાની ગોઝારી ઘટના બની છે. શુક્રવારે સાંજે જામનગરના સાધનાકોલોની વિસ્તારમાં લગભગ 30 વર્ષ જૂની ગુજરાત હાઉસિંગ બોર્ડની ત્રણ માળની એક હાઉસિંગ બિલ્ડિંગ ઘડાકભેર ધરાશાયી થતા હાહાકાર મચી ગયો હતો. ત્રણ માળની હાઉસિંગ બિલ્ડિંગ ઘરાશાયી થતા એક જ પરિવારના 3 લોકોા મોત થયા છે અને 5 વ્યક્તિઓ ઘાયલ થયા છે. બિલ્ડિંગના કાટમાળની નીચે ઘણા લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. હાલ ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.
ત્રણેય મતૃક એક જ પરિવારના, 5 ઘાયર – બચાવ કામગીરી ચાલુ
જામનગરના રણજીત સાગર રોડ પરની સાધના કોલોનીમાં શુક્રવારે સાંજે છ રહેણાંક એપાર્ટમેન્ટ ધરાવતો ત્રણ માળનો બ્લોક ધરાશાયી થતાં આ ઘટના બની હતી. ત્રણ માળની હાઉસિંગ બિલ્ડિંગ ઘરાશાયી થતા એક જ પરિવારના 3 લોકોા મોત થયા છે અને 5 વ્યક્તિઓ ઘાયલ થયા છે.
જામનગર જિલ્લા કલેક્ટર બીજલ શાહે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, “સાત લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી ત્રણ ગંભીર રીતે ઘાયલ છે,” તેમણે ઉમેર્યું, “અમને આશંકા છે કે તૂટી પડેલા બ્લોકના કાટમાળ નીચે હજુ બે કે ત્રણ લોકો ફસાયેલા છે. અને શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.”
ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના ડાયરેક્ટર અને જામનગરના મુખ્ય ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈએ જણાવ્યું હતું કે પાંચ વ્યક્તિઓ આબાદ બચાવ થયો છે. “બિલ્ડીંગના ઉપરના માળે બેઠેલા પાંચ વ્યક્તિઓ આબાદ બચી ગયા હતા. જોકે, કાટમાળ નીચે કેટલાક અન્ય લોકો દટાયા હોવાની આશંકા છે. જે લોકોને બચાવી લેવામાં આવ્યા છે, તેમાંથી બે લોકોની હાલત અત્યંત ગંભીર છે.”
જામનગર જિલ્લા પોલીસના અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, કાટમાળને દૂર કરવા અને ફસાયેલા લોકોને બચાવવા માટે લગભગ ડઝન જેટલા ખોદકામ કરનાર અને ટ્રેક્ટરોને બચાવ કામગીરીમાં લગાડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે 8 થી 10 જેસીબી મશીનો કામાં લાગેલા પર છે અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે ફાયરમેન સખત પ્રયાસ કરી રહ્યા છે. કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવા માટે અમારી ડોગ સ્ક્વોડ પણ કામે લાગે છે.”
સાધાના કોલોની ગુજરાત હાઉસિંગ બોર્ડે 1994માં બનાવી હતી
જામનગરમાં ધરાશાયી ત્રણ માળનો ફ્લેટ સાધના કોલોનીની એક બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગનું બાંધકામ ગુજરાત હાઉસિંગ બોર્ડે વર્ષ 1994- 1996થી કર્યુ હતું અને લાભાર્થીઓને 1.26 લાખ રૂપિયાની કિંમતે ફ્લેટ આપવામાં આવ્યા હતા.
આટલી મોટ ગોઝારી ઘટના બાદ જામનગર મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીનો સંપર્ક થઈ શક્યો ન હતો, ત્યારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગ જોખમી લાગતા તંત્ર દ્વારા સાધના કોલોનીના રહેવાસીઓને તેમના ઘરો ખાલી કરવા સૂચના આપી હતી. અધિકારીએ કહ્યું, “આ હાઉસિંગ બિલ્ડિંગ જર્જરિત થઇ જતા તેને જોખમી જાહેર કરવામાં આવી હતી અને થોડા સમય પહેલા જાહેર નોટિસ પણ ઇશ્યૂ કરવામાં આવી હતી