scorecardresearch
Premium

Rathyatra 2023 : અમદાવાદમાં રથયાત્રાના દિવસે કયા રૂટથી નીકળશો તો નહીં પડે તકલિફ, ફટાફટ જોઇ લો આ નકશો

Ahmedabad traffic police rathyatra map : અષાઢી બીજ મંગળવારના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે ત્યારે 18 કિલોમીટરના રૂટમાં રણછોડરાયનો રથ ફરીને નીજ મંદિર પરત ફરશે. આ દિવસે રથયાત્રાના રૂટ વ્યવસ્થાના ભાગરૂપ કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવશે. જ્યારે કેટલાક રસ્તાઓ માટે ડાઇવર્ઝન પણ આવામાં આવશે.

Rathyatra 2023, Ahmedabad Rathyatra 2023, Ahmedabad traffic police rathyatra map
રથયાત્રા ટ્રાફિક નકશો

Rathyatra 2023 in Ahmedabad : અમદાવાદમાં અષાઢી બીજ મંગળવારના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે ત્યારે 18 કિલોમીટરના રૂટમાં રણછોડરાયનો રથ ફરીને નીજ મંદિર પરત ફરશે. આ દિવસે રથયાત્રાના રૂટ વ્યવસ્થાના ભાગરૂપ કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવશે. જ્યારે કેટલાક રસ્તાઓ માટે ડાઇવર્ઝન પણ આવામાં આવશે.

આ ઉપરાંત અમદાવાદની ધમની એવી એએમટીએસ બસ વ્યવસ્થા ન ખોરવાય એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. કોર્પોરેશન સંચાલીત સીટી બસ તેમજ બીઆરટીએસના રૂટ અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 122 રૂટ પર એએમટીએસની 500 બસ દોડાવાશે જ્યારે 68 રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બીઆરટીએસના 5 રૂટ પર બસ સેવા બંધ રહેશે અને ચાર રૂટોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ અંગે અમદાવાદ શહેર પોલીસએ રૂટનો નકશો જાહેર કર્યો છે. તો ચાલો જોઈએ કે નકશામાં કયા રસ્તા ચાલું છે અને કયા બંધ.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરેલો રથયાત્રા દિવસનો રૂટનો નકશો

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરેલો રથયાત્રાના દિવસનો નકશો

પ્રતિબંધિત રૂટ

  • ખમારા ચાર રસ્તા- જમાલપુર ચાર રસ્તા- જમાલપુર ફૂલ બજાર
  • આસ્ટોડિયા ચકલા – કાલુપુર સર્કલ
  • સારંગપુર સર્કલ – કાલુપુર સર્કલ – કાલુપુર બ્રીજ- સરસપુર
  • કાલુપુર સર્કલ-પ્રેમદરવાજા-દરિયાપુર દરવાજા- દિલ્લી ચકલા
  • દિલ્લી દરવાજા – શાહપુર દરવાજા-શાહપુર ચકલા- રંગીલા ચોકી-આર.સી.હાઈસ્કૂલ
  • ઘી કાંટા ચાર રસ્તા- પાનકોર નાકા – માણેકચોક – ગોળ લીમડા

બીઆરટીએસ અને એમએમટીએસ બસના રૂટમાં ફેરફાર

મંગળવારે યોજાનારી રથયાત્રાથી અન્ય શહેરીજનોને પરિવહનમાં મુશ્કેલીઓ ન પડે તે માટે એએમટીએસ અને બીઆરટીએસ સેવામાં ફેરફાર કરવામાં આવ્યા છે. જમાલપુરથી નીકળનારી રથયાત્રાના પગલે દિલ્હી દરવાજાથી કાલુપુર સ્ટેશન જવા માટે મુસાફરોને 10 મિનિટની ફ્રીકવન્સીના આધારે બસ મળી રહે તેવી વ્યવસ્થા કરાશે.

રથયાત્રા લાઈવ અપડેટ્સ જાણો, અહીં ક્લિક કરો

આ પણ વાંચોઃ- રથયાત્રાની તડામાર તૈયારી, અમદાવાદમાં સૌ પ્રથમવાર 3 ડી મેપિંગ ટેકનોલોજીથી વોચ રખાશે

રુટ નંબર – 4 : નરોડા ગામથી ઇસ્કોન ચાર રસ્તા રૂટ
રૂટ નંબર – 11 : એસ.પી. રીગ રોડથી એલ.ડી એન્જીકોલેજ
રૂટ નંબર -101 : એરપોર્ટથી મણિનગર રૂટ નં 1864. આરટીઓ સરક્યુલર
રૂટ નંબર – આરટીઓ એન્ટીસરક્યુલર

કયા કયા રૂટમાં થયો ફેરફાર

  • ઓઢવ એસ.પી.રીંગ રોડથી ભાડજ સર્કલ રૂટ નંબર 2ના બદલે ભાડજ સર્કલથી સરકારી લિથો પ્રેસ, ઓઢવ એસ.પી. રીંગ રોડથી કાલુપુર રેલવે સ્ટેશન
  • ઝુંડાલ સર્કલથી નારોલ રૂ. 7ના બદલે નારોલથી કાલુપુર રેલવે સ્ટેશન, ઝુંડાલ સર્કલથી સરકારી વિશે પ્રેસ. વાયા વિશ્વકર્મા એન્જ કોલેજ.
  • મણિનગરથી ગોતા વસંતનગર ટાઉનશિપ રૂટ નં 9ના બદલે ગોતા વસંતનગર ટાઉનશિપથી એલડી એન્જી.કોલેજ
  • નરોડા ગામથી સાણંદ સર્કલ રૂટ નં. 14ના બદલે આણંદ સર્કલથી દાણીલીમડા ચાર રસ્તા

આ પણ વાંચોઃ- Rathyatra 2023 : રથયાત્રાની સુરક્ષામાં 3D મેપિંગનો ઉપોયગ, શું છે 3D મેપિંગ? કેવી રીતે કામ કરે છે, કેવા છે ફાયદા?

બીઆરટીએસ બસ સેવા બંધ રહેશે

સિવિલ હોસ્પિટલ, એએમસી દાણાપીઠ, વસુંધરા સોસાયટી, નરોડા ફ્રૂટ માર્કેટ, દિલ્હી દરવાજા, લોકમાન્ય તિલક બાગ, જીસીએસ હસ્પિટલ, મેમ્કો ક્રોસ રોડ મ્યુ. ઉત્તર ઝોન ઓફિસ, પ્રેમ દવાજા, અરવિંદ મિલ, કાલુપુર ઘી બજાર, એમ.જે. લાઇબ્રેરી, લો ગાર્ડન જીનિંગ પ્રેસ.

Web Title: Jagannath rath yatra 2023 ahmedabad traffic police map rathyatra rout map

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×