scorecardresearch
Premium

જાફરાબાદ : કુવામાં ખાબકયો દીપડો, જુઓ VIDEO – વન વિભાગે આ ટેકનીકથી રેસક્યુ કરી જીવ બચાવ્યો

jafrabad Leopard Rescue Video : જાફરાબાદના રોહિસા ગામ (Rohisa Village) માં કુવામાં દીપડો પડી જતા (Leopard Fell into well) વન વિભાગે (forest department) એક કલાક રેસક્યુ કરી દીપડાને બચાવવામાં સફળતા મેળવી.

jafrabad Leopard Rescue Video
જાફરાબાદ વન વિભાગ રેસક્યુ – વીડિયો (ફોટો – યશપાલ વાળા – અમરેલી)

Jafrabad Leopard Rescue Video : અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક રોહીસા ગામની વાડીના કુવામાં દીપડો ખાબકયો હતો. વન વિભાગે એક કલાકની જહેમત બાદ રેસક્યુ કરી દીપડાને બચાવવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જાફરાબાદના રોહીસા ગામમાં એક ખેતરમાં આવેલા કુવામાં દીપડો ખાબકી ગયો હતો, જેની જાણ વાડી માલિકને થતા તે ચોંકી ગયા હતા. તેમણે તુરંત ગામલોકોને તથા વન વિભાગને જણા કરતા, વન વિભાગે રેસક્યુ કરી દીપડાને બચાવી લીધો છે.

વન વિભાગ અનુસાર, જાફરાબાદમાં રોહીસા ગામની સીમમાં એક વાડીમાં કુવામાં દીપડો પડી ગયો છે, જેની જાણ થતા અમારી ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.

વન વિભાગ દ્વારા દીપડાનું રેસક્યુ – VIDEO – 1

તેમણે વધુ માહિતી આપતા કહ્યું કે, દીપડો પાણીમાં જીવતો હતો, જેથી તુરંત પાંજરૂ કુવામાં ઉતાર્યું અને સ્થાનિક ગ્રામજનોની મદદથી દીપડાને બચાવી લેવામાં આવ્યો છે.

વન વિભાગ દ્વારા દીપડાનું રેસક્યુ – VIDEO – 2

ગ્રામજનો અનુસાર, મોડી રાત્રે દીપડો બચુભાઈ બારૈયાની વાડી તરફ આવ્યો હશે અને કુવામાં ખાબક્યો હશે. અહીં નજીકમાં ગીર જંગલ વિસ્તાર હોવાથી જંગલી પ્રાણી વાડીમાં આવે છે. જેને પગલે ગ્રામજનોમાં થોડો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોNavratri 2023 : વડોદરા, અમદાવાદથી કાઠિયાવાડ, અહીં થાય છે ગુજરાતના અનોખા ગરબા, જે જૂની પરંપરાને જીવંત રાખી રહ્યા

સૂત્રો અનુસાર, વન વિભાગે હાલમાં રસક્યુ બાદ દીપડાને ડોક્ટરોની નજર હેઠળ ખસેડ્યો છે, તેની સ્થિરતા જોયા બાદ તેને ફરી જંગલમાં છોડી દેવામાં આવશે.

Web Title: Jafrabad leopard fell into well video forest department rescue rohisa village km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×