scorecardresearch
Premium

ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો, અમદાવાદમાં કુલ 31 એક્ટિવ કેસ; સુરતમાં બે ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદમાં 23 મે ના રોજ કોવિડ-19 વાયરસ સંક્રમણના 20 કેસ નોંધાયા છે. જે બાદ અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા 39 એ પહોંચી ગઈ છે. જોકે રાહતના સમાચાર એ છે કે આજે શહેરમાં કોઈ દર્દીનું મૃત્યુ થયુ નથી.

covid 19 case in Gujarat, covid 19 death in Ahmedabad,
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. (તસવીર: સોશિયલ મીડિયા/Canva)

COVID-19 એ એક વાયરસ છે જે 2020 માં ચીનના વુહાન શહેરમાં ઉદ્ભવ્યો હતો અને એટલો ઝડપથી ફેલાયો હતો કે લોકોને તેને સમજવા અને ઓળખવાનો સમય જ મળ્યો ન હતો. 2020 માં થોડા જ સમયમાં આ વાયરસ વિશ્વના લગભગ તમામ દેશોમાં પહોંચી ગયો હતો. હવે ફરીથી આ વાયરસનો નવો વેરિઅન્ટ સામે આવ્યો છે. જે વિશ્વની સાથે ભારતમાં પણ પ્રેવેશ કરી ગયો છે. ગુજરાતમાં પણ આ વાયરસના કેસ સતત સામે આવી રહ્યા છે.

આ વર્ષે 2025 ની શરૂઆતમાં કોરોના વાયરસના બે મુખ્ય પ્રકારો વિશ્વભરમાં ફેલાઈ રહ્યા છે: LP.8.1 અને XEC. છેલ્લા કેટલાક અઠવાડિયામાં એશિયામાં COVID-19 ના આ નવા પ્રકારના કેસોમાં વધારો થયો છે. બે મોટા એશિયન શહેરો, હોંગકોંગ અને સિંગાપોરમાં મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. હોંગકોંગના સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શન અનુસાર વાયરસ હાલમાં ખૂબ જ સક્રિય છે.

અમદાવાદમાં કોરોનાના કુલ 20 કેસ નોંધાયા

અમદાવાદમાં 23 મે ના રોજ કોવિડ-19 વાયરસ સંક્રમણના 20 કેસ નોંધાયા છે. જે બાદ અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા 39 એ પહોંચી ગઈ છે. જોકે રાહતના સમાચાર એ છે કે આજે શહેરમાં કોઈ દર્દીનું મૃત્યુ થયુ નથી. હાલમાં શહેરમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 31 છે. એક્ટિવ કેસની ઝોન વાઇઝ વાત કરીએ તો મધ્ય ઝોનમાં 1, પશ્ચિમ ઝોનમાં 7, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 10, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2, ઉત્તર ઝોન 2, પૂર્વ ઝોન 2 અને દક્ષિણ ઝોનમાં 7 કેસ છે.

આ પણ વાંચો: કેટલો શક્તિશાળી છે Covid-19 નો JN.1 વેરિઅન્ટ? કેટલા દિવસોમાં થઈ શકે રિકવરી? જાણો

કોરોના વાયરસ ફરીથી ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે. રાજકોટ, મહેસાણા, જૂનાગઢ સહિત બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાનો પગપેસારો જોવા મળ્યો છે. અમદાવાદ, રાજકોટ બાદ નડિયાદમાં એક 8 મહિનાની બાળકીનો કોરોના પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યાં જ સુરતમાં પણ બે ડોક્ટરો કોરોના પોઝિટિવ આવ્યા છે.

Web Title: Increase in corona cases in gujarat total 31 active cases in ahmedabad rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×