scorecardresearch
Premium

ગુજરાતીઓ હોળી-ધૂળેટીમાં સાચવજો! હવામાન વિભાગની ભીષણ ગરમીની આગાહી

IMD summer Alert : હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 14 માર્ચ સુધી ભીષણ ગરમી ચાલુ રહેશે. આ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે, જેના કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

Gujarat Weather Forecast, Weather Update in Gujarati, IMD summer Alert
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 14 માર્ચ સુધી ભીષણ ગરમી ચાલુ રહેશે. (તસવીર: Freepik)

Gujarat Weather Updates: માર્ચ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે ત્યાં જ હવે સુરજદાદા કોપાયમાન થયા હોય તેમ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને આંબી ગયો છે. ગરમીએ પોતાનું અસલી રૂપ દેખાડતા હવે શહેરી વિસ્તારો બપોર બાદ ખાલીખમ થઈ રહ્યા છે અને રાજ્યમાં ગરમી વધતાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.

માર્ચના પહેલા અઠવાડિયાથી ગુજરાતમાં તાપમાન વધવા લાગ્યું છે. થોડા દિવસોમાં જ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગ રાજ્યમાં ગરમી અને ગરમીના મોજાની ચેતવણી જારી કરી રહ્યું છે. આ ભીષણ ગરમી વચ્ચે હવામાન વિભાગે કહ્યું છે કે 13 અને 14 માર્ચે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે ગરમી પડવાની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે ગુજરાતના લોકોને ડિહાઇડ્રેશન અને ગરમીના થાકથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપી છે.

IMD એ આપી ખાસ સલાહ

હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 14 માર્ચ સુધી ભીષણ ગરમી ચાલુ રહેશે. આ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે, જેના કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યાં જ ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાશે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી વધશે. ભેજવાળા પવનો ફૂંકાતા હોવાથી અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિત 14 જિલ્લામાં ભીનાશની સાથે ભીનાશ પણ વધશે. આ સાથે ગુજરાતના ઘણા શહેરોમાં ગરમી અને ધુમ્મસભર્યા તડકાની શક્યતા છે, ઘણા શહેરોનું તાપમાન 40 ડિગ્રીને વટાવી શકે છે.

આવી સ્થિતિમાં IMD એ જણાવ્યું હતું કે ઊંચા તાપમાનને કારણે, ડિહાઇડ્રેશન, ગરમીનો થાક અને હીટસ્ટ્રોકનું જોખમ વધી શકે છે. આવામાં લોકોએ હાઇડ્રેટેડ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ અને શક્ય તેટલું ઓછું ઘરની બહાર નીકળવું જોઈએ.

આ પણ વાંચો: બનાસકાંઠામાં હેવાનિયનની હદ વટાવતી ઘટના, 7 લોકોએ 16 દિવસ સુધી વિદ્યાર્થિની પર કરતા રહ્યા દુષ્કર્મ

આ જિલ્લાઓનું તાપમાન વધ્યું

હવામાન વિભાગના આંકડા મુજબ, ગુજરાતમાં ગઈકાલે અમદાવાદમાં 40.7, અમરેલીમાં 41, વડોદરામાં 40, ભાવનગરમાં 37.8, ભુજમાં 40.2, ડાંગમાં 40.9, ડીસામાં 40.2, ગાંધીનગરમાં 40.6, જામનગરમાં 38.4, નલિયામાં 39, પોરબંદરમાં 40.8, રાજકોટમાં 42.1, સુરતમાં 38.5 અને વેરાવળમાં 32 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Web Title: Imd predicts intense heat during holi and dhuleti in gujarat rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×