At the IE Thinc : મ્યુનિસિપલના સ્વાસ્થ કાર્યબળમાં મહિલાઓની અડધી ભાગીદારી કરાવવાથી લઇને કોવિડ 19 પછીની પરિસ્થિતિમાં કાઉન્સેલિંગ ટીમો અને સુસાઈડ હેલ્પલાઈન સુધી, સુરતમાં પ્રશાસન અને બિન-સરકારી સંસ્થાઓએ વર્ષોથી એ સુનિશ્ચિત કર્યું છે કે ગુજરાતનું હીરાનું શહેર ઉદાહરણ પુરુ પાડે. 8 નવેમ્બરના રોજ ઓમિડયાર નેટવર્ક ઈન્ડિયાના સહયોગથી ભારતના શહેરીકરણ પર સેમિનારની શ્રેણીના ભાગ રૂપે ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા આયોજિત મહિલા સશક્તિકરણ પરની ieThinc પેનલ ચર્ચામાં આ શેર કરવામાં આવ્યું હતું.
સહભાગીઓમાં સુરતના મેયર દક્ષેશ મવાણી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (આરોગ્ય) આશિષ નાઈક, સુરત સ્પેશિયલ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર, હેતલ પટેલ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF)ના કમાન્ડન્ટ ઉષા રાડા અને સેલ્ફ-એમ્પ્લોયડ વુમન એસોસિએશન (SEWA) ના જનરલ સેક્રેટરી જ્યોતિ મેકવાન સામેલ હતા.
સુરતના મેયરે જણાવ્યું હતું કે શહેરનો સૌથી મોટો ફાયદો એ છે કે તે 30 વર્ષથી અહીં ભાજપ સરકારનું શાસન રહ્યું. સુરતને હજુ હવાઈ સંપર્કની વધારે જરૂરિયાત છે, આગામી બુલેટ ટ્રેન અને હજીરા બંદરની હાજરી સાથે આ શહેર સંપર્કની બાબતમાં વિશ્વનું સૌથી ઝડપી શહેર બનવાના ટ્રેક પર છે. દેશમાં સુરત એકમાત્ર શહેર છે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન સાત ભાષાઓમાં શિક્ષણ આપે છે. પહેલા લોકો માત્ર નોકરી માટે સુરત આવતા હતા, હવે તેઓ પરિવારો સાથે આવે છે.
દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે શહેરમાં દુનિયાના 95 ટકા અને દરરોજ સાત કરોડ મીટર કપડા બને છે. મહિલાઓ માટેની તેમની પહેલો વિશે માવાણીએ કહ્યું કે સુરત મહાનગરપાલિકા “સખી મંડળો” તૈયાર કરી રહી છે જેથી કરીને મહિલાઓ તમામ તહેવારોની ઉજવણીના કેન્દ્રમાં હોય જ્યાં તેઓ સ્ટોલ લગાવી શકે અને કમાણી કરી શકે.
સુરત આરોગ્ય તંત્રએ 1994ના પ્લેગમાંથી બોધપાઠ લઈને ઘણું આગળ વધ્યું છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નાઈક જેઓ 30થી વધુ સમયથી SMC સાથે છે. તે કહે છે કે લગભગ 25 વર્ષ પહેલાં 13-14 હેલ્થકેર સેન્ટરોમાંથી, શહેરમાં ચાર શહેરી સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, 11 પ્રસૂતિ ગૃહો અને 50 બેડની ચાર હોસ્પિટલો છે. અમારા આરોગ્ય કેન્દ્રોમાં 60 થી 70 ટકાથી વધુ મહિલા સ્ટાફ છે. તે આશા કે સહાયક કાર્યકર્તાઓના રુપમાં કામ કરી રહ્યા છે. બહુઉદ્દેશીય સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ સાથે જે મહિલાઓ છે. તેનાથી બે રીતે મદદ મળી છે – નીતિ નિર્માણ અને સશક્તિકરણમાં. અમારા પબ્લિક હેલ્થ આઉટરીચ પ્રોગ્રામ્સ સાથે જે સીધા પરિવારથી સંબંધિત છે
આ મહિલા કર્મચારીઓ કે જેઓ સંપર્કનું પ્રથમ બિંદુ છે. અમને તરત જ ખબર પડી જાય છે કે સમુદાયમાં શું ચાલી રહ્યું છે. COVID-19 રોગચાળા દરમિયાન આ કર્મચારીઓએ અમને જબરદસ્ત રીતે મદદ કરી છે, કારણ કે તેમનો પરિવાર સાથે એટલો સારો તાલમેલ છે કે પરિવારો કોઈપણ કટોકટીમાં તેમનો સંપર્ક કરે છે. ડૉ નાઈકે કહ્યું કે સુરતમાં દરેક પરિવાર પાસે ANM (સહાયક નર્સ દાઇ) કે આશા કાર્યકરોના ફોન નંબરો છે, જેનાથી તેઓ સીધો સંપર્ક કરે છે,
કોવિડ 19 લોકડાઉન પછી સુરત શહેર અને જિલ્લામાં પોસ્ટિંગ પર રહેલા SRPFના કમાન્ડન્ટ ઉષા રાડાએ યાદ કર્યું કે કેવી રીતે પુરુષ ઘરમાં રહેતા અને તણાવની પીડિત હોવાના કારણે ઘરમાં તણાવની પરિસ્થિતિઓ હતી. આ પ્રકારે ઘરની મહિલાઓ આસાન લક્ષ્ય બની ગઇ હતી. અમે તેમની સમસ્યાઓ ઉકેલવા માટે મનોવૈજ્ઞાનિકોની મદદ લીધી હતી.
ઉષા રાડાએ જણાવ્યું કે કેવી રીતે આત્મહત્યા વિરોધી હેલ્પલાઈન શરૂ કરીને અને પોલીસ 22 આત્મહત્યાઓને રોકવામાં સક્ષમ બની. બીજો મુદ્દો એ હતો કે પતિ-પત્ની કામ પર ગયા અને તેમના બાળકો ઘરે જ રહ્યા હતા. અમે એનજીઓની મદદથી સુરત જિલ્લામાં ડે કેર સેન્ટર બનાવ્યા હતા.
સુરતના સ્પેશિયલ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર હેતલ પટેલે જણાવ્યું હતું કે બાળકોની સાથે-સાથે વરિષ્ઠ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવી પણ એક પડકાર હતો. કારણ કે ઘણા યુવાનો મા-બાપને પાછળ છોડીને શિક્ષણ અને નોકરી માટે વિદેશ જાય છે, જે અસુરક્ષિત થઇ જાય છે.
ડીસીપી હેતલ પટેલે કહ્યું કે છે કે સુરતની સારી વાત એ છે કે દરેક ઓફિસ, પછી તે પોલીસ સ્ટેશન હોય, હંમેશા એક મહિલા અધિકારી હોય છે, જેથી મહિલાઓને તેમનો સંપર્ક કરવામાં સહજતા રહે. તેમણે કહ્યું કે સુરતની મહિલાઓ નવરાત્રી, ગણેશ મહોત્સવ અને ઈદ-એ મિલાદમાં મોડી રાત સુધી ભાગ લે છે અને તે કોઈપણ ઉંમરની હોઈ શકે છે, તે એકલી પણ હોઈ શકે છે. તેઓ સલામત છે, જાહેર પરિવહન વ્યવસ્થા પણ કાર્યક્ષમ છે. જો તમે કહો કે ગુનાખોરીનો દર વધી રહ્યો છે, તો તેનો અર્થ એ કે ગુના નોંધણી વધી રહી છે. અમે ઝડપથી કેસ નોંધીએ છીએ અને તેની તપાસ કરીએ છીએ અને તેને કોર્ટ સમક્ષ મૂકીએ છીએ.
તપાસ સૌથી ઓછા સમયમાં થઇ જાય છે અને મામલામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે જેથી મહિલાઓને ન્યાય મળે. તેમણે જણાવ્યું કે કર્યું કે કેવી રીતે શહેર પોલીસ દ્વારા સર્વેલન્સમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દાખલા તરીકે, આ વર્ષે નવરાત્રીના ગરબા કાર્યક્રમ દરમિયાન ગરમા પંડાલોમાં અને મેદાનોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સક્ષમ કેમેરા લગાવવામાં આવ્યા હતા, જે અંધારાવાળા વિસ્તારને પણ કવર કરતા હતા. જેના પર સીધા કંટ્રોલ રુમથી નજર રાખવામાં આવતી હતી. સાથે શહેરના તમામ પ્રવેશ અને એક્ઝિટ પોઈન્ટ પણ કેમેરાથી સાથે-સાથે જીપીએસ સિસ્ટમ પણ લગાવ્યા છે.
મહિલાઓના આર્થિક સશક્તિકરણ વિશે બોલતા SEWAના મહામંત્રી જ્યોતિ મેકવાને મહિલાઓની ક્ષમતા નિર્માણ પર ભાર મુક્યો હતો, જે આયોજન, જાગરુકતા, મુડી નિર્માણ અને પહોંચની સાથે-સાથે ચાલે છે. મેકવાને જણાવ્યું હતું કે મૂડી નિર્માણ કેવી રીતે થાય છે. ઇલાબેને (ઇલા ભટ્ટ, SEWA ના સંસ્થાપક) SEWA બેંકની સ્થાપના કરી જેમાં અનૌપચારિક અર્થવ્યવસ્થાની પાંચ લાખ મહિલાઓના ખાતા છે.
મેકવાને જણાવ્યું હતું કે મહિલાઓ માટે તે ગરીબી સામે લડવાનો સૌથી અચૂક રીત છે, એવો અમારો અનુભવ રહ્યો છે. અમદાવાદનું ઉદાહરણ આપીને કહ્યું કે જ્યાં SEWA ના હસ્તક્ષેપને પગલે મહિલાઓ માટે યોગ્ય લાયસન્સ સાથે વેચાણ કરવા માટે ચાર સાઇટ્સ ઓળખવામાં આવી હતી, મેકવાને કહ્યું કે જ્યારે અમારા જેવા વહીવટી અને રાજકીય વિંગ અને સંગઠનો એક સાથે આવે તો આ મેળવી શકાય છે.