scorecardresearch
Premium

ગુજરાતમાં શનિવાર અને રવિવારે આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ

Gujarat Rain Forecast: શનિવાર 5 જુલાઈ માટે હવામાન વિભાગે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે અને આ બંને જિલ્લાઓમાં વાવાઝોડા અને વીજળી સાથે ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે.

gujarat weather new, gujarat weather forecast
આગામી બે દિવસ ગુજરાતના કયાં જિલ્લાઓમાં વરસાદ પડશે. (તસવીર: સોશિયલ મીડિયા)

ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે આ સમય દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં મુશળધારથી હળવો વરસાદ સતત ચાલુ છે. છેલ્લા કેટલાક કલાકોની વાત કરીએ તો સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ દરમિયાન સાબરકાંઠા અને રાજકોટ જિલ્લામાં વિવિધ સ્થળોએ ખૂબ જ ભારે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા અને તાપી જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર અને જૂનાગઢમાં મોટાભાગના સ્થળોએ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાત પ્રદેશ અને કચ્છમાં પણ ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો.

આગામી બે દિવસ ગુજરાતના કયાં જિલ્લાઓમાં વરસાદ પડશે

શનિવાર 5 જુલાઈ માટે હવામાન વિભાગે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે અને આ બંને જિલ્લાઓમાં વાવાઝોડા અને વીજળી સાથે ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય તમામ જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

જ્યારે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, પંથકમાં હળવા વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જીલ્લાઓમાં વીજળી સાથે હળવું વાવાઝોડું પણ આવી શકે છે અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 6 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી

રવિવાર 6 જુલાઈના રોજ હવામાન વિભાગે નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

તમને જણાવી દઈએ કે, શુક્રવારે સવારે 6 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા દરમિયાન, રાજ્યના વિવિધ ભાગોમાં આ પ્રકારનો વરસાદ પડ્યો હતો. આ સમયગાળા દરમિયાન સુરતના પલાસાણામાં સૌથી વધુ 3.50 ઈંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 3.43 ઈંચ, બનાસકાંઠાના વાવમાં 2.99 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Web Title: Heavy rains predicted in these districts of gujarat for the next two days rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×