Gujarat Rain weather Forecast live updates : ગુજરાતમાં ચોમાંસુ એકદમ જામી ગયું છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગે ગુજરાતમાં હજુ બે દિવસ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.આજે શનિવારે ભાવનગર અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આજના દિવસ માટે હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે રેડ એલર્ટ આપ્યું હતું.
જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટ્યું, 2 કલાકમાં 7 ઇંચ ખાબક્યો
સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટ્યું હતું. 2 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. કપરાડામાં 9 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર અને ખંભાળિયામાં 9 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી થયું હતું.
ક્યા જિલ્લામાં બે દિવસ અતિભારે અને ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગની આજની અપડેટ આગાહી અનુસાર, આવતીકાલે શનિવારે ભાવનગર અને વલસાડ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદની સંભાવના છે, એટલે કે આ વિસ્તારમાં 200 મીમીથી પણ વધુ વરસાદની સંભાવના છે. તો અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, ગીર સોમનાથ અને અમરેલી માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે,એટલે કે આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની પૂરી સંભાવના છે. આ સિવાય રવિવારની વાત કરીએ તો, હવામાન વિભાગે રવિવારે પણ અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ અને સુરત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ તારીખ પ્રમાણે આગાહી
Today Weather forecast : 22 જૂન 2023, વરસાદની આગાહી
હવામાન વિભાગે 22 જૂન માટે ભાવનગર અને વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિથી અતિભારે વરસાદ (રેડ એલર્ટ) આપ્યું છે, તો બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારેથી ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) ની આગાહી કરી છે. તો વડોદરા, સુરત, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદમાં કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ (યલો એલર્ટ) થઈ શકે છે. આ સિવાય અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Today Weather forecast : 23 જૂન 2023, વરસાદની આગાહી
હવામાન વિભાગે 23 જૂન રવિવાર માટે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત અને સુરેન્દ્રનગરમાં કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) ની સંભાવના વ્યક્ત કરી છે, તો પાટણ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, મોરબી અને કચ્છમાં ભારે વરસાદ (યલો એલર્ટ) ની શક્યતા વધારે જોવા મળી રહી છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ થઈ શકે છે.
Today Weather forecast : 24 જૂન 2023, વરસાદની આગાહી
24 જીન માટે કોઈ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી, પરંતુ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં કેટલાક છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ (યલો એલર્ટ) ની વધારે શક્યતા જણાવવામાં આવી છે.
Today Weather forecast : 25 જૂન 2023, વરસાદની આગાહી
હવામાન વિભાગે 25 જૂને મોટાભાગના જિલ્લામાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. પરંતુ, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જુનાગડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે.