Gujarat Monsoon, Rain forecast, weather updates : ગુજરાતમાં ચોમાસું શાંત પડ્યું છે ત્યારે આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ થવાની શક્યતાઓ હવામાન વિભાગે શેવી છે. IMD પ્રમાણે આવતી કાલ 4 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. જ્યારે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ શકે છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પડેલા વરસાદ અંગે વાત કરતા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લાઓના 77 તાલુકામાં વરસાદ નોંધ્યો હતો. જોકે, આંકડાઓમાં પણ વરસાદનું જોર ઘટેલું દેખાય છે. સૌથી વધારે ડાંગ જિલ્લાના વઘઇમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.
Gujarat Rainfall data : છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો
હવામાન વિભાગ દ્વારા આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે અત્યારે ચોમાસું શાંત પડ્યું છે જોકે, આગામી દિવસોમાં ચોમાસાનો વધુ રાઉન્ડ આવશે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં અડધા ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે નવસારીના ખેરગામ, ડાંગ-આગવમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.
Gujarat heavy rain forecast : 4 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડ આવવાની આગાહી કરી છે. આગાહી પ્રમાણે 48 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે. 4 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. જ્યારે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ શકે છે. 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
Gujarat Monsoon : ક્યાં કેટલો વરસાદ નોંધાયો
Delhe rain forecast : દિલ્હી – એનસીઆરમાં આગામી 3-4 દિવસ ભારે વરસાદની આગાહી
દિલ્હી – એનસીઆરના લોકોને ગર્મી અને ઉમસમાંથી રાહત મળશે. હવામાન વિભાગ પ્રમાણે આગામી 3-4 દિવસ ભારે વરસાદ થવાનો છે. ગુરુવારે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ રજૂ કરવામાં આવ્યું હતું. 4થી 6 ઓગસ્ટ સુધી મધ્ય વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર બુધવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી રહ્યું હતું. જે સામાન્યથી બે ડિગ્રી વધારે છે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27.9 ડિગ્રી રહ્યું હતું.
આ પણ સામાન્યથી એક ડિગ્રી વધારે છે. હવામાનમાં ભેજનું પ્રમાણ 64 થી 80 ટકા રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે દિલ્હીમાં મોટાભાગના ભાગોમાં દિવસભર વાદળો છવાયેલા રહેશે. આ દરમિયાન મહત્તમ તાપમાન ઘટીને 33 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.