Kamal Saiyed, Sohini Ghosh : આ વર્ષે ગુજરાત રાજ્યમાં નવરાત્રી દરિમયાન યન્ગસ્ટરમાં હાર્ટ અટેકના કેસ ઘણા જોવા મળ્યા હતા. આ ઉપરાંત જૂન મહિનામાં ધોરણ 12ની વિદ્યાર્થિની તનિષા ગાંધીનું નવસારીમાં તેની શાળામાં સીડી ચડતી વખતે મૃત્યુ થયું હતું. અચાનક કાર્ડિયાક અરેસ્ટને કારણે 17 વર્ષીય કિશોરનું મૃત્યુ તેના પરિવાર અને શાળા માટે આઘાતજનક હતું. જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આવા ઘણા કેસો જોવા મળ્યા છે, ખાસ કરીને જ્યારથી કોરોના આવ્યો હતો ત્યાંથી.
સુરતના પાલ વિસ્તારના મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલમાં, 26 વર્ષીય રાજ મોદીનું 5 ઓક્ટોબરના રોજ ગરબા પ્રેક્ટિસ સેશન દરમિયાન હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થયું હતું. રાજ કારના શોરૂમમાં કામ કરતો હતો.
તેના પિતા ધર્મેશ મોદીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે શેર કર્યું હતું કે, “રાજ મારો એકમાત્ર પુત્ર હતો. તે દિવસે, તે સાંજે કામ પરથી ઘરે આવ્યો અને અમે બધાએ રાત્રિ સાથે જમ્યા હતા. બાદમાં, તે નિયમિત ગરબા પ્રેક્ટિસ માટે ગયો હતો. પ્રેક્ટિસના પ્રથમ સત્ર પછી, તેને કંઈક અનુભવ્યું અને તેને છાતીમાં દુખાવો થયો. તે ખુરશી પર બેઠો અને અચાનક પડી ગયો હતો. તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો.

જો કે, તેના પિતાએ જણાવ્યું હતું કે, ”રાજને ક્યારેય કોરોનાવાયરસનો ચેપ લાગ્યો ન હતો અને તેણે કોવિડ સામેની રસીના બંને ડોઝ લીધા હતા. મારો પુત્ર એક ઓટોમોબાઈલ એન્જિનિયર, રાજને તેમના અણધાર્યા મૃત્યુ પહેલા માસ્ટર ડિગ્રી માટે લંડન જવા માટે વિઝા પણ મળી ગયા હતા.”
પારુલ સોની સાથે પણ આવુંજ કંઈક થયું હતું. 20 ઓક્ટોબરના રોજ, તેના પુત્ર વૈભવ, 13, વડોદરા જિલ્લાના ડભોઈ શહેરમાં રહેણાંક સંકુલમાં સાયકલ ચલાવતી વખતે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. પરિવાર તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં તેણે ઈસીજી સહિતના ટેસ્ટ કરાવ્યા હતા. ડોકટરોને તેના રિપોર્ટમાં કંઈપણ અસામાન્ય જણાયું ન હતું અને તેને ઘરે મોકલ્યો હતો. ઘરે થોડા કલાકો આરામ કર્યા પછી, તેણે તેની છાતી અને હાથમાં દુખાવાની ફરિયાદ કરી અને થોડી જ મિનિટોમાં તે પડી ગયો હતો. જ્યારે પરિવાર તેને ફરીથી હોસ્પિટલમાં લઈ ગયો, ત્યારે શંકાસ્પદ કાર્ડિયાક અરેસ્ટને કારણે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Today News Live Updates, 6 November 2023 : દિલ્હીમાં હવા વધુ ઝેરી બની, AQI 400ને પાર, NCRમાં પણ હાલત ખરાબ
પારુલ દુઃખનો સામનો કરતી વખતે કહે છે કે, “તે દિવસથી, હું ફક્ત મારા સ્વસ્થ પુત્રના મૃત્યુના કારણો વિશે જ વિચારી રહી છું… તેને કોઈ બિમારી કે જન્મજાત સ્વાસ્થ્ય સમસ્યાઓ નહોતી. તેણે કોવિડ પણ થયો ન હતો કે રસી પણ લીધી ન હતી. હું સમજી શકતી નથી કે શું થયું.”
જામનગરમાં જૂન મહિનામાં આવી જ આઘાતજનક ઘટના જોવા મળી હતી જ્યારે 41 વર્ષીય કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ગૌરવ ગાંધીનું કાર્ડિયાક અરેસ્ટની શંકાના કારણે મૃત્યુ થયું હતું. અસ્વસ્થતાને કારણે તેને ECG કરાવવામાં આવ્યું હતું પરંતુ રિપોર્ટ સામાન્ય હતા.
મેડિકલ ગ્રુપ સ્તબ્ધ હતું કારણ કે તે યુવાન હતો, શારીરિક રીતે ખૂબ જ સક્રિય દરરોજ લગભગ 14 કલાક કામ કરતો હતો, ધૂમ્રપાન ન કરતો હતો અને ડ્રિન્ક પણ કરતો ન હતો. તે હૃદયની બિમારીઓ માટે સંવેદનશીલ હોઈ શકે તે સૂચવવા માટે કોઈ મેડિકલ હિસ્ટ્રી નથી, અને ન તો તેની પાસે કોવિડ ચેપનો કોઈ તાજેતરનો ઇતિહાસ હતો.
ગરબા દરમિયાન સાવધાની
ગુજરાતમાં નવરાત્રિના ઉત્સવ દરમિયાન યુવાન છોકરાઓ અને છોકરીઓ માટે રાત્રે સુધી ગરબા રમવાએ સામાન્ય છે. જો કે આ વર્ષે અલગ થયું. નવરાત્રીનો તહેવાર શરૂ થાય તે પહેલાં જ, ગુજરાત સરકારે ગરબા આયોજકોને મોબાઈલ આઈસીયુ અને એમ્બ્યુલન્સ તૈનાત કરવાની સલાહ આપી હતી. તેનો ઉદ્દેશ્ય તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાનો હતો, ખાસ કરીને જેઓ કાર્ડિયાક અરેસ્ટ જેવા લક્ષણોથી પીડાતા હોય તેવા લોકો માટે.
તાજેતરમાં, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ના અભ્યાસને મેંશન કરીને સંભવિત કોવિડ લિંક વિશે ચેતવણી આપી હતી , જ્યારે ગરબા સિઝન દરમિયાન હાર્ટ એટેકથી અચાનક મૃત્યુની ઘટનાઓ વિશે પૂછવામાં આવ્યું હતું. તેમણે ગંભીર કોવિડ ચેપથી બચેલા લોકોને સખત પ્રવૃત્તિઓ ટાળવા વિનંતી કરી હતી.
કોવિડ લિંક પર નિષ્ણાતો શું કહે છે?
જો કે, કાર્ડિયોલોજિસ્ટ્સ કહે છે કે જો ગંભીર કોવિડ ચેપ લાંબા ગાળે હૃદયને અસર કરી શકે છે, ખાસ કરીને લાંબા ગાળાના વસ્તી-આધારિત અભ્યાસોની ગેરહાજરીમાં અને હૃદયની બિમારીઓ મલ્ટિફેક્ટોરિયલ હોવાના કારણે તે નિષ્કર્ષ પર પહોંચવા માટે લિંક્સ દોરવી ખૂબ જ જલ્દી છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસે જેની સાથે વાત કરી તે નિષ્ણાતોએ અપૂરતી ઊંઘ, ધૂમ્રપાન, આલ્કોહોલ અને માદક દ્રવ્યોના દુરુપયોગની લિંક્સની શક્યતાને રેખાંકિત કરી છે.
અમદાવાદની મેરેન્ગો CIMS હોસ્પિટલના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અનીશ ચંદારાણા કહે છે કે યુવા વસ્તીમાં હ્રદયની બિમારીઓનું ચલણ મોટાભાગે લાઈફ સ્ટાઇલના જોખમનું પરિબળ છે અને તે ઓછામાં ઓછા એક દાયકાથી વધી રહ્યું છે.
ડૉ ચંદારાણા કહે છે કે,“મારા મતે, કોવિડથી હૃદયની બિમારીઓના વ્યાપમાં કોઈ ખાસ ફરક પડ્યો નથી. આપણે પેંડેમીક વખતે ટૂંકા ગાળામાં તેની અસર થઈ હતી અને ગંભીર ચેપથી પીડાતા દર્દીઓમાં લોહી ગંઠાઈ જતું જોવા મળ્યું હતું. ચંદારાણા કહે છે કે, યુવાનોમાં આ પરિવર્તન અત્યંત ભાવનાત્મક અવ્યવસ્થા, ગુણવત્તા અને નિયમિત ઊંઘની અછત, ધૂમ્રપાન, આલ્કોહોલ અને કેનાબીસ સહિતના પદાર્થોનો દુરુપયોગ, કસરતનો અભાવ અને બિનઆરોગ્યપ્રદ ખોરાક હોઈ શકે છે.”
અડાજણની હિબા હોસ્પિટલના સુરત સ્થિત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ આસિફ રહીમ, જેનો સૌથી નાનો દર્દી 16 વર્ષનો ધોરણ 11નો વિદ્યાર્થી છે, તે હાઇલાઇટ કરે છે કે તમાકુ અને આલ્કોહોલના સેવન ઉપરાંત “બેઠાડુ જીવન, જંક ફૂડ, તણાવપૂર્ણ નોકરીઓ અને ઘરેલું તણાવ” પણ હોઈ શકે છે. હૃદયની બિમારીઓ સાથે જોડાયેલ છે. “છેલ્લે, કોવિડ પછીના સમયગાળાએ ભાવનાત્મક, નાણાકીય અને આરોગ્યના લીધે પ્રેશર વધ્યું છે.”
આ દરમિયાન, ડૉ ચંદારાણા જણાવે છે કે “નવરાત્રીની તહેવારોની મોસમમાં અનિયમિત ઊંઘ અને માદક દ્રવ્યોના દુરૂપયોગમાં વધારો જોવા મળે છે. આ માટે, એપોલો CVHF હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના કાર્ડિયોલોજી સેવાઓના ડાયરેક્ટર, ડૉ. સમીર દાની, રેખાંકિત કરે છે,જો તમે કોઈ અલગ પ્રવૃત્તિ શરૂ કરી રહ્યા છો, ધ્યાન રાખો, નવરાત્રિ દરમિયાન ગરબા રમવાની પણ કસરત-સઘન ગણાશે.જો તમને હૃદયની બિમારીઓ થવાનું જોખમ હોય, તો તમારા હૃદયની અગાઉથી તપાસ કરાવો જેથી તમને ખબર પડે કે તમારા હૃદયની તંદુરસ્તી કયા સ્તરે છે અને તમે તે મુજબ તમારી પ્રવૃત્તિ શરૂ કરી શકો.”
ઝાયડસ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ (ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ) ડૉ. અભિષેક ત્રિપાઠી વધુમાં ઉમેરે છે કે નવરાત્રિ દરમિયાન મોડી રાત સુધી ડાન્સ કરવાનો અર્થ ઊંઘની પેટર્નમાં ખરાબ થવી. શરીરને પૂરતો આરામ આપ્યા વિના જોરદાર ગરબા દ્વારા સઘન વ્યાયામના અચાનક હુમલાઓ પછી હૃદયની બિમારીઓનું જોખમ વધારી શકે છે.
એક્સપર્ટે કહ્યું કે,”ધૂમ્રપાન, હાયપરલિપિડેમિયા, હાયપરટેન્શન, ડાયાબિટીસ અને હવે કોવિડ બધા એક રીતે એકબીજા સાથે જોડાયેલા છે અને આનુવંશિક સંવેદનશીલતા સાથે સંયોજનમાં અથવા એકલા, કોરોનરી હૃદય રોગનું કારણ બની શકે છે, તાજેતરના બનાવોને ‘હોલિડે હાર્ટ સિન્ડ્રોમ’ને આભારી છે. ‘ હોલિડે હાર્ટ સિન્ડ્રોમ એ એવી સ્થિતિ છે જે અતિશય પીવાના કારણે થાય છે.”
“તે ધમની ફાઇબરિલેશન (AFib), અથવા અનિયમિત ધબકારા છે, જે અતિશય દારૂ પીવા સાથે સંકળાયેલ છે. જ્યારે તે વર્ષના કોઈપણ સમયે થઈ શકે છે, તે વર્ષના અંતની રજાઓની આસપાસ સૌથી સામાન્ય છે જ્યારે તહેવારો હોય છે.
એક મહિનામાં, હિબા હોસ્પિટલમાં સરેરાશ 30 વર્ષથી ઓછી ઉંમરના 20 અને 40 વર્ષથી ઓછી ઉંમરના 40 દર્દીઓ મળે છે, અને હૃદયરોગની ઘટનાઓ 2000માં 11 ટકાથી વધીને 2023માં લગભગ 30 ટકા થઈ ગઈ છે, ડૉ રહીમ અનુસાર “પહેલાં મહિનામાં એક કે બે કાર્ડિયાક કેસ હતા, હવે મને અઠવાડિયામાં એક કેસ આવે છે.”
ડૉ. રહીમ આગળ સમજાવે છે કે, “સામાન્ય રીતે, જે વ્યક્તિ વધુ પડતો ઓઈલી ખોરાક ખાઈને, આલ્કોહોલનું સેવન કરીને, ધૂમ્રપાન કરીને અને મોડી રાત સુધી પાર્ટી કરી તે જોખમમાં હોઈ શકે છે.”
આ પણ વાંચો: બનાસકાંઠા : દાંતીવાડા ડેમમાં પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો
કોવિડ લિંક પર, ડૉ ચંદારાણા વિસ્તૃત રીતે જણાવે છે કે, “જો આપણે કોવિડ પછીના હૃદયના MRI પર નજર કરીએ, તો વૈશ્વિક સાહિત્યે સ્થાપિત કર્યું છે કે હૃદય પર નકારાત્મક અસર કરતા માઇક્રો-લેવલ ફેરફારો લગભગ 13-15 ટકા લોકોમાં જોવા મળ્યા હતા. અને તેમને હૃદયની કોઈ બિમારી નહોતી. હવે આપણે જે અભ્યાસ કરવાની જરૂર છે તે એ છે કે 100 કોવિડ-અસરગ્રસ્ત લોકોમાંથી આ 13 કે 15 દર્દીઓ જેમને હૃદયમાં બળતરાના જોવા મળ્યા હતા…
શું તેઓને હૃદયમાં ફાઇબ્રોસિસ છે? ફાઇબ્રોસિસ એ છે જે કાર્ડિયાક અરેસ્ટ તરફ દોરી શકે છે. આ ખૂબ જ રસપ્રદ રહેશે. વધુમાં, ડૉ. ચંદારાણા, ડૉ. દાની અને ડૉ. ત્રિપાઠી કહે છે કે તેઓ 25 વર્ષની વયના દર્દીઓને અચાનક હાર્ટ એટેકના આવે છે જેમાં કોઈ નોંધપાત્ર જોખમી પરિબળો નથી, જે સૂચવે છે કે આનુવંશિક સ્થિતિને ડિસ્કાઉન્ટ કરી શકાતી નથી.
કાર્ડિયાક અરેસ્ટ પર નિષ્ણાતો શું કહે છે?
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી “હાર્ટ ટુ હાર્ટ” વાત કરી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશી સહિત ચાર ટોચના કાર્ડિયોલોજિસ્ટ્સે યુવાનોમાં અચાનક કાર્ડિયાક અરેસ્ટની ઘટનાઓ અંગેની આશંકા દૂર કરી હતી. કાર્ડિયોલોજિસ્ટ્સ કહે છે કે હાર્ટ એટેકને કારણે 80-90 ટકા વખતે અચાનક કાર્ડિયાક અરેસ્ટ થાય છે, જ્યારે લગભગ 15-20 ટકા કેસોમાં, અચાનક મૃત્યુના કિસ્સામાં તે હાર્ટ એટેક અથવા હૃદયની કામગીરી બંધ કર્યા વિના થઈ શકે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આવું થાય છે, કારણ કે હૃદય અચાનક રક્ત પમ્પિંગમાં અનિયમિત થઈ જાય છે, કાં તો હૃદયના સ્નાયુઓને વધુ રક્ત પુરવઠાની જરૂર હોય છે અથવા હૃદયના સ્નાયુઓના અમુક ભાગમાં અસ્થિરતાને કારણે, જે દર્શાવે છે કે સારો રક્ત પુરવઠો હોવા છતાં, ઇલેક્ટ્રિકલ હૃદયની વહન પ્રણાલી યોગ્ય રીતે કામ કરતી નથી.
ડ્રગનો ઓવરડોઝ પણ, ખાસ કરીને કોકેઈન, બે રીતે ઘાતક બની શકે છે, એક ધમનીમાં અચાનક ખેંચાણને કારણે છે જેના પરિણામે રક્ત પુરવઠામાં ઘટાડો થાય છે, ધમનીમાં કોઈ અવરોધ ન હોવા છતાં, અમદાવાદની મારેન્ગો CIMS હોસ્પિટલના કન્સલ્ટન્ટ સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. મિલન ચાગ કહે છે કે, ”બધા અચાનક મૃત્યુ હાર્ટ એટેકને કારણે થતા નથી. એક કાર્ડિયાક અરેસ્ટ અને બીજું હાર્ટ એટેક. હૃદયરોગનો હુમલો મુખ્યત્વે રક્ત પરિભ્રમણની સમસ્યાઓને કારણે થાય છે અને બીજી તરફ કાર્ડિયાક અરેસ્ટ હૃદયને વિદ્યુત સંકેતોમાં સમસ્યાઓને કારણે થાય છે અને તે 3-4 મિનિટમાં હૃદયને બંધ કરી શકે છે, જે અચાનક મૃત્યુ તરફ દોરી જાય છે. આ જન્મજાત કારણો અથવા હૃદય સ્નાયુ વિકૃતિઓ કારણે હોઈ શકે છે.
નિયમિત કાર્યો કરતી વખતે કિશોરોના મૃત્યુના કિસ્સાઓ, તેમાંના મોટા ભાગના કાર્ડિયાક અરેસ્ટને કારણે હોવાનું કહી શકાય અને આમાંના ઘણા કેસોમાં અમને કૌટુંબિક ઇતિહાસ જોવા મળે છે. વૈજ્ઞાનિક રીતે, શબપરીક્ષણ અમને નિશ્ચિતપણે કહી શકે છે કે મૃત્યુ હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું.
આમાં ઉમેરો કરતાં, અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના વરિષ્ઠ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ભાવેશ રોય કહે છે કે, “હૃદયના હુમલાના દર્દી માટે તાત્કાલિક અને સમયસર CPR મહત્ત્વનું છે. તેને હાઈ લેવલના સાધનોની જરૂર નથી, પરંતુ અવિરત CPR… એટલે કે જ્યાં સુધી પલ્સ ન હોય ત્યાં સુધી. જો આ સ્થિતિમાં કોઈને હોસ્પિટલમાં લઈ જવામાં આવે, તો દર્દીનું હૃદય ડિફિબ્રિલેટર શોક દ્વારા ફરી શરૂ થઈ શકે છે.
નિષ્ણાતો ઓબ્ઝર્વ કરે છે કે વર્ષ-દર-વર્ષ યુવાનોમાં હાર્ટ એટેકના કેસોમાં નોંધપાત્ર વધારો થયો નથી
અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર ડૉ. ચિરાગ દોશીએ જણાવ્યું હતું કે, શહેરની સૌથી મોટી હૃદય-માટેની સુપરસ્પેશિયાલિટી સુવિધાઓમાંની એક, વર્ષ 2018-2019માં કોવિડ પહેલાના યુગમાં, લગભગ 8- 11 ટકા દર્દીઓ યુવાન હતા, એટલે કે 40 વર્ષથી ઓછી ઉંમરના. રોગચાળા પછી, ડેટા દર્શાવે છે કે યુવાનોમાં હાર્ટ એટેકના કેસ (40 વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓ) હાર્ટ એટેકના તમામ કેસોમાં 12 ટકા હતા. ડો. દોશીએ ઉમેર્યું હતું કે આંકડાકીય રીતે કોઈ નોંધપાત્ર ફેરફાર નથી.
ડૉ. દોશીએ ઉમેર્યું કે,“કોવિડ દરમિયાન, 2020 માં, અમે કોવિડ-19 ઇતિહાસ ધરાવતા 9 ટકા યુવાન હાર્ટ એટેકના દર્દીઓ જોયા હતા, જેમાંથી 5.5 ટકાને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હતી. હવે, અમે જોઈ રહ્યા છીએ કે લગભગ 5.5 ટકા યુવાન હાર્ટ એટેકના દર્દીઓમાં કોવિડનો ઇતિહાસ હતો, જેમાંથી લગભગ 3.5 ટકાને કોવિડ-19ના હુમલા દરમિયાન હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી.”
અમદાવાદની મેરેન્ગો CIMS હોસ્પિટલના કન્સલ્ટન્ટ સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. મિલન ચાગે જણાવ્યું હતું કે, તેમની હોસ્પિટલમાં, સરેરાશ, 2010 અને 2020 ની વચ્ચે, નોંધવામાં આવ્યું હતું કે યુવાનોમાં હાર્ટ એટેકના કુલ કેસના 9.6 ટકા હતા, અને કોવિડ પછી, 2020-2023 અત્યાર સુધીમાં આ આંકડો 9.7 ટકા છે.
હાર્ટ એટેકના ડેટા શેર કરતા, અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના વરિષ્ઠ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ભાવેશ રોયે જણાવ્યું હતું કે 2016-17માં તેના 7 ટકા હાર્ટ એટેકના દર્દીઓ યુવાન હતા જ્યારે 80 ટકા 40-70 વર્ષની વય જૂથના હતા.નિષ્ણાતે કહ્યું કે,2021-22માં, હોસ્પિટલમાં હાર્ટ એટેકના કુલ દર્દીઓના 6 ટકા યુવાન દર્દીઓ હતા.