scorecardresearch
Premium

હાલોલ ટ્રેનની હડફેટે મોત મામલે ચોંકાવનારો ખુલાસો, પત્નીએ પ્રેમી સાથે મળી કરી પતિની હત્યા

Halol Savli Wife killed her husband : હાલોલમાં પત્નીએ પ્રેમી (lover) સાથે જીવન વિતાવવા પ્રેમી સાથે કાવતરૂ રચી પતિની હત્યા કરી દીધી, બાદમાં અકસ્માતે મોત દેખાડવા લાશ રેલવે ટ્રેક પર ફેંકી દીધી. પોલીસે (Halol Police) પાંચની ધરપકડ કરી.

Halol Savli Wife killed her husband
હાલોલના સાવલીમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી (ફાઈલ ફોટો – એક્સપ્રેસ)

Halol Savli Wife killed her husband : હાલોલના સાવલી તાલુકામાં એક અઠવાડીયા પહેલા ટ્રેનના પાટા પરથી એક વ્યક્તિના શરીરના અંગો મળી આવ્યા હતા. પહેલા અનુમાન હતું કે, ટ્રેનની અડફેટે આવતા વ્યક્તિનું મોત થયું છે, પરંતુ, પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ રેલ પટરી પર ફેંકી દીધી હતી.

પત્ની અને પ્રેમી કેટલાએ સમયથી હત્યાનો પ્લાન કરી રહ્યા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, સાવલી તાલુકામાં ટ્રેનની અડફેટે આવી ગયેલા એક વ્યક્તિની લાશ મળી આવ્યાના એક સપ્તાહ બાદ સોમવારે ધરપકડ કરાયેલા પાંચ લોકોની વચ્ચે તેની પત્નીનો પણ સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે, જતીન દરજી (43)ની તેની પત્ની બિરલ અને તેના કથિત પ્રેમી ધર્મેશ પટેલ દ્વારા કથિત રીતે તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, બિરલ (35) અને પાડોશમાં રહેતા પટેલ બે મહિનાથી હાલોલ સ્થિત લેન્ડ એજન્ટની હત્યા કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા.

હત્યામા વેપારી પાર્ટનરે કરી મદદ

વડોદરા ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષક બીએચ ચાવડાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, પટેલે દરજીની હત્યા કરવા માટે તેના વેપારી સહયોગી નાગજી ભરવાડનો સંપર્ક કર્યો હતો.

હત્યા બાદ લાશ ટ્રેક પર ફેંકી દીધી

ડીવીયએસપી ચાવડાએ વધુમાં જણાવ્યું કે, “પટેલ અને ભરવાડે સંયુક્ત રીતે તેમના વ્યવસાય માટે એક ટ્રક ખરીદી હતી. પટેલે દરજીને ‘ખતમ’ કરવાના બદલામાં, ટ્રકના લોનના હપ્તા ચૂકવવાનું વચન આપ્યું હતું. ભરવાડે, બદલામાં, ખાકરિયાના બે સ્થાનિકો – વિજય નાઈક અને કન્હૈયાલાલ બલાઈનો સંપર્ક કર્યો – જેમણે દરજીનું ગળું દબાવીને હત્યા કરી અને પછી અકસ્માત જેવું લાગે તે માટે તેને ખાકરિયામાં રેલવે ટ્રેક પર ટ્રેનની નીચે ફેંકી દીધો.

બિરલ અને દરજીના લગ્ન 14 વર્ષ પહેલા થયા હતા અને તેમને બે બાળકો હતા. પરંતુ પટેલ સાથે સંબંધ બાંધ્યા ત્યારથી બિરલ લગ્નથી નાખુશ હતી.

પટેલ અને બિરલ વચ્ચે કથિત ગેરકાયદેસર સંબંધ હતા

ચાવડાએ કહ્યું, “પટેલ એ જ રહેણાંક કોલોનીમાં રહેતો હતો. દરજી જ્યારે જમીન એજન્ટ હતો, ત્યારે પટેલ પણ એક નાનો બાંધકામનો વ્યવસાય ચલાવતા હતો અને તેમની પાસે સૂચિત આવાસ યોજનાઓ સાથે કેટલાક પ્લોટ છે. પરિવારો એકબીજાને ઓળખતા હતા અને અમારી તપાસ મુજબ પટેલ અને બિરલ વચ્ચે ગેરકાયદેસર સંબંધો હતા. પટેલ અને બિરલ દરજીને તેમના જીવનની આગળની યોજના બનાવવા માટે મારી નાખવા માંગતા હતા અને કેટલાક મહિનાઓથી કાવતરું ઘડી રહ્યા હતા. આ તેમનો હત્યાનો પહેલો પ્રયાસ હતો.”

ભરવાડની ધરપકડ બાદ થયો ચોંકાવનારો ખુલાસો

ડીએસપીના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસ દરમિયાન 31 મેના રોજ દરજીનો મૃતદેહ રેલ્વે ટ્રેક પરથી મળી આવ્યા બાદ પોલીસને હત્યાનો આભાસ થયો હતો. “અમે તેના કોલ રેકોર્ડની વિગતો તપાસી રહ્યા હતા. પીડિત છેલ્લે વિજય અને સંદીપ સાથે જોવા મળ્યો હતો, જેઓ તેને આગલી રાત્રે લઈ ગયા હતા. જ્યારે અમે વિજયને પકડ્યો ત્યારે તેણે અમને જણાવ્યું કે, ભરવાડે રૂ. 5,000ની એડવાન્સ પેમેન્ટ કરી હતી અને સોપારી મુજબ હત્યા બાદ રૂ. 50,000 ચૂકવવાના હતા. જ્યારે અમે ભરવાડને પકડ્યો, ત્યારે તેણે કાવતરાનો ટ્વિસ્ટ જાહેર કર્યો કે, આ પ્લાન પટેલ સાથે તેની પત્નીએ આચર્યો હતો.

આ પણ વાંચોGujarat rain forecast : ગુજરાતમાં વરસાદ અને મીની વાવાઝોડાનું સંકટ! અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું, ક્યા જિલ્લામાં ક્યારે ખતરો?

પાંચેય આરોપીઓ સામે હત્યા, પુરાવાનો નાશ અને ગુનાહિત ષડયંત્રનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે પીડિતની એક ઘડિયાળ અને એક મોબાઈલ પણ કબજે કર્યો છે, જે કથિત રીતે સુપારીના હત્યારાઓ સુધી લઈ ગઈ હતી. આરોપીએ વાપરેલી કાર પણ કબજે લેવામાં આવી છે.

Web Title: Halol savli wife killed her husband by creating a caricature with her lover

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×