Gulab Singh Rajput Vav seat : તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠામાંથી કોંગ્રેસના તત્કાલિન ધારાસભ ગેનીબેન ઠાકોરની જીત થતાં વાવ વિધાનસભા બેઠક ખાલી થતાં આગામી નવેમ્બર મહિનામાં આ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવની છે. આ બેઠક ઉપર કોંગ્રેસ તરફથી પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે વાવ બેઠક ઉપર ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા છે. જોકે, ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર મેદાનમાં ઉતાર્યા છે.
ગેનીબેન ઠાકોર સાંસદ બનતા જ વાવ બેઠક ખાલી થઈ
લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોર મેદાનમાં ઉર્યા હતા જ્યારે આ બેઠક ઉપર ભાજપના રેખાબેન ચૌધરી હતી. જોકે, આ બેઠક ઉપર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો હતો. જેના પગેલ વાવ વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ગેનીબેન ઠાકોરે રાજીનામુ મુક્યું હતું અને આમ વાવ બેઠક ખાલી થઈ હતી.
કોંગ્રેસે ગુલાબસિં રાજપૂતને મેદાનમાં ઉતાર્યા
ગેનીબેનના સાંસદ બનતા જ બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક ખાલી થઈ છે. આ બેઠક ઉપર 13 નવેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. આ બેઠક ઉપર કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતના નામની સત્તાવાર જાહેરાત કરી છે.
ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા
કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની સામે ભાજપે વિધાનસભા ચૂંટણી 2022માં ગેનીબેન ઠાકોર સામે હારેલા ભાજપના નેતા સ્વરૂપજી ઠાકરોને પેટા ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા છે. વાવ બેઠકને ધ્યાનમાં રાખીને જાતિગત સમિકરણો સાથે ભાજપે સ્વરૂપજી ઠાકરોને મેદાનમાં ઉતાર્યા છે.
વાવ બેઠક જીતવી ભાજપ માટે પ્રતિષ્ટાનો સવાલ
વાવ બેઠક કોંગ્રેસ માટે યથાવત જાળવી રાખવી એ પડકાર સમાન છે જયારે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ગુમાવ્યા બાદ ભાજપ માટે આ બેઠક જીતવી પ્રતિષ્ઠાનો સવાલ બન્યો છે. અત્યાર સુધી વાવ બેઠક પર ત્રણ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું
વાવ બેઠક ઉપર કોંગ્રેસ તરફથી મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની રાજકીય સફરની વાત કરીએ તો કોંગ્રેસ સાથે તેમનો નાતો વર્ષો જૂનો છે. 2019 માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા. તેમણે યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે. ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું છે. વાવ-થરાદ વિધાનસભા ભેગી હતી ત્યારે દાદા હેમાભાઇ રાજપૂત 20 વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ- અમદાવાદીઓ દિવાળીના તહેવારોમાં રહેજો સતર્ક, પોલીસના નામે આ ગેંગ છેતરી ના જાય
વાવ બેઠક પર 13 નવેમ્બરે યોજાશે ચૂંટણી
વિધાનસભા પેટા ચૂંટણી માટે 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે. જ્યારે ઉમેદવારી નોંધાવવાની તારીખ 18 ઓક્ટોબર, ઉમેદવારી માટેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર, ઉમેદવારી ચકાસણીની તારીખ 28 ઓક્ટોબર છે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે.