Gujrat Assembly : અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી શ (Jignesh Mevani) અને 14 વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો (Congress MLA) ને એક દિવસ માટે ગુજરાત વિધાનસભામાંથી સસ્પેન્ડ (suspended) કરવામાં આવ્યા હતા. આ દરમિયાન માર્શલોએ તમામને બહાર કાઢી મૂક્યા હતા. વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના નેતા સુખરામ રાઠવા (Leader of Opposition Sukhram Rathwa) એ આંદોલનકારી સરકારી કર્મચારીઓ, ખેડૂતો, આંગણવાડી કાર્યકરો અને ભૂતપૂર્વ સૈનિકોના પ્રશ્નો પર અડધો કલાક વિશેષ ચર્ચાની માંગ કરી હતી.
જ્યારે સ્પીકર નીમાબેન આચાર્ય (Speaker Nimaben Acharya) એ રાઠવાની માંગને નકારી કાઢી ત્યારે જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના અન્ય ધારાસભ્યો ગૃહના વેલ પાસે પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. તેઓએ ‘કર્મચારીઓને ન્યાય આપો’, ‘વન કર્મચારીઓને ન્યાય આપો’ અને ‘ભૂતપૂર્વ સૈનિકોને ન્યાય આપો’ના સૂત્રો સાથેના પ્લેકાર્ડ ઉભા કર્યા હતા.
તેમના પક્ષના સાથીદારો દ્વારા સતત સૂત્રોચ્ચાર વચ્ચે, વિરોધપક્ષના નાયબ નેતા શૈલેષ પરમારે પૂછ્યું, “જ્યારે લગભગ તમામ વિભાગોના ઘણા કર્મચારીઓ તેમના પડતર પ્રશ્નો પર આંદોલન કરી રહ્યા છે, ત્યારે ભાજપ શા માટે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર નથી?”
ત્યારબાદ, જ્યારે વિપક્ષના ધારાસભ્યોએ સ્પીકરના નિર્દેશ પર તેમની બેઠકો પર પાછા જવાની ના પાડી દીધી. જે બાદ ગુજરાતના વિધાનસભા અને સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વેલમાં બેઠેલા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરી હતી. બહુમતી અવાજ મત સાથે, સ્પીકર્સે મેવાણી અને અન્ય 14 કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. આ પછી માર્શલોએ મેવાણી અને કોંગ્રેસના 14 ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કાઢ્યા હતા.
27 વર્ષથી અમારી સાથે અન્યાય થઈ રહ્યો છેઃ જિજ્ઞેશ
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીજ્ઞેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે, 27 વર્ષથી અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. તેમણે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો કે જો પટેલો સામેના કેસો પાછા ખેંચી લેવાયા છે તો એસસી/એસટીના કેસ કેમ નહીં.
આ દરમિયાન જીજ્ઞેશે કહ્યું હતું કે, હાર્દિક પટેલના પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોમાંથી 15-16 કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. આ દરમિયાન પટેલ સમાજ સામેના વધુ કેસ પાછા ખેંચી લેવા જોઈએ, પરંતુ તેઓ દલિતો સામેનો એક પણ કેસ પાછો ખેંચવા તૈયાર નથી. ઊલટું મને આસામની જેલમાં ધકેલી દેવામાં આવ્યો. એક સમુદાયના કેસ પાછા ખેંચવામાં આવશે અને એસસી-એસટી, ઓબીસી અને લઘુમતીઓના કેસ પાછા ખેંચવામાં આવશે નહીં, તો આને શું કહેવાય.