scorecardresearch
Premium

Gujarat Year Ender 2024: ગુજરાતને હંમેશા યાદ રહેશે આ 2 ગોઝારી ઘટના, વર્ષ 2024ના ભયાનક અકસ્માતોનું લિસ્ટ

Gujarat Year Ender 2024: ગુજરાત માટે વર્ષ 2024 ગોઝારા અકસ્માતોની વણઝારો લઈને આવ્યું હતું. રાજ્યમાં અકસ્માતોની બે ઘટના તો એટલી ગંભીર હતી કે તેના પડઘા આખા દેશમાં પડ્યા હતા. હરણી બોટકાંડ અને ટીઆરપી ગેમ ઝોનની ઘટના આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.

Major accidents in Gujarat, accidents that happened in 2024,
ગુજરાતમાં વર્ષ 2024માં બનેલી ગંભીર અને ગોઝારી ઘટનાઓ.

Gujarat Year Ender 2024: ગુજરાત માટે વર્ષ 2024 ગોઝારા અકસ્માતોની વણઝારો લઈને આવ્યું હતું. રાજ્યમાં અકસ્માતોની બે ઘટના તો એટલી ગંભીર હતી કે તેના પડઘા આખા દેશમાં પડ્યા હતા. હરણી બોટકાંડ અને ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ બંને ઘટનામાં માસુમ બાળકોના ભોગ લેવાયા હતા. જે બાદ નિષ્ઠુર તંત્ર સામે પણ લોકોમાં આક્રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજે અમે તમને વર્ષ 2024માં બનેલી ગંભીર અને ગોઝારી ઘટનાઓ વિશે જણાવીશું, જેનો ભોગ માસુમ લોકો બન્યા…

વડોદરા હરણીકાંડ

18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરા શહેરમાં આવેલા હરણી તળાવમાં પિકનિક પર આવેલા ન્યૂ સનરાઇઝ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની એક બોટ પલટી ગઈ હતી. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબાવાથી મૃત્યુ થયા હતા. આ દુર્ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા હતા.

આ દુર્ઘટના બાદ બોટિંગ દરમિયાન બેદરકારી અને ગુનાહિત નિષ્કાળજી રાખનારાઓ સામે હરણી પોલીસ સ્ટેશનમાં 19 સામે ફરિયાદ નોંધાઇ હતી. જોકે ઘટનાના 58 દિવસ બાદ 2819 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

જેમાં નિષ્ણાંતો સહિત 433 સાક્ષીઓના નિવેદન લેવાયા હતા. કેસની તપાસ દરમિયાન 20 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. હાલમાં પણ આ કેસમાં પીડિત પરિવારો ન્યાય માટે આજીજી કરી રહ્યા છે.

રાજકોટ ટીઆરપી આગકાંડ

વર્ષ 2024માં રાજકોટ સહિત આખા ગુજરાતમાં હાહાકાર મચાવનારી ઘટના રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ હતી. આ આગકાંડે આખા દેશનું ધ્યાન તેના પરફ દોર્યુ હતું.

ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ આખા રાજ્યમાં તંત્ર દ્વારા ગેમ ઝોન ર તવાઈ બોલાઈ હતી અને રાજ્યના તમામ ગેમ ઝોનને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા હતા.

રાજકોટમાં માસૂમ ભુલકાઓ સહિત નવયુગલથી લઈ પુખ્તવયના લોકોને જિંદગીને જીવતી ભૂંજી નાખનાર ટીઆરપી ગેમ ઝોન હૈયું હચમચાવી દેતી ઘટના હતી. આ આગ હોનારત બાદ રાજકોટમાં આક્રંદ જોવા મળ્યો હતો.

રાજકોટ જિલ્લાના કાલાવડના ટીઆરપી ગેમિંગ ઝોનમાં 25 મે, 2024ના રોજ સાંજે આગ ફાટી નીકળી હતી. સયાજી હોટલની પાછળ TRP ગેમિંગ ઝોનમાં આગ લાગી હતી અને આગ હોનારતમાં માસુમ બાળકો સહિત કુલ 27 લોકો જીવતા ભૂંજાયા હતા.

આ આગ એટલી વિકરાળ હતી કે, પાંચ કિલોમીટરના અંતર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા.

ટીઆરપી ગેમ ઝોનમાં આગ સાથે રમત ભારે પડી ગઈ

ટીઆરપી ગેમ ઝોનમાં આગ વિકરાળ બનવા પાછળનું મુખ્યકરાણ ત્યાં રહેલા હજારો ટાયર અને 2500 લિટર ડીઝલ હતું. ત્યાં જ ટીઆરપી ગેમ ઝોનમાં ઉપર જવા અને નીચે ઉતરવા માટે માત્ર એક જ દરવાજો હતો, જેના કારણે લોકો ઉપર ફસાઈ ગયા હતા.

આગની આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે, પરિવારજનોએ પોતાના વ્હાલસોયાઓની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવા પડ્યા હતા. આગની આ હોનારત બાદ રાજ્યના તમામ ગેમ ઝોનને બંધ કરી દેવામાં આવ્યા હતા.

ગુજરાત સરકારે ટીઆરપી ઝોનના તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય માટે એક સ્પેશ્યલ ઈન્વેસ્ટીગશન ટીમનું ગઠન કર્યું હતું. પોલીસે આ કેસમાં ગેમ ઝોનની ઘટના નજરે જોનાર, ગેમ ઝોનમાં કામ કરનાર, ગેમ ઝોન સાથે સંકળાયેલા વ્યક્તિ, અલગ-અલગ વિભાગના કર્મચારીઓ સહિત કુલ 365 જેટલા સાક્ષીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.

જેમાંથી 30 જેટલા સાક્ષીઓના કલમ 164 મુજબ નિવેદનો લેવામાં આવ્યા હતા. જે બાદ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ અગ્નિકાંડને ગુજરાત હાઈકોર્ટે માનવસર્જિત આપત્તિ ગણાવી છે.

આ પણ વાંચો: વર્ષ 2024માં આગની આ ઘટનાઓએ આક્રંદ અને લોકોનું હૈયું હચમચાવી દીધું

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં 10 ના મોત

17 એપ્રિલ, 2024ના રોજ મદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કુલ 10 લોકોના મોત થયા હતા. વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આવી રહેલી કાર ફૂલ સ્પીડમાં ટેન્કરની પાછળ ઘુસી જતા કારના ફૂરચે-ફૂરચા ઉડી ગયા હતા. આ દુર્ઘટનામાં 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકોના સારવાર મળે તે પહેલા મોત થયા હતા.

આણંદ નજીક ટ્રક-બસ વચ્ચે અકસ્માત, 6ના મોત

15 જુલાઈ, 2024ના રોજ વહેલી સવારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આણંદ નજીક ટ્રક અને બસ વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. જેમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા.

આ ઘટનામાં ટ્રકનું ટાયર ફાટતા સાઈડમાં ઊભેલી બસને ટક્કર મારી હતી. જેના પગલે બસ ડિવાઈડર પર બેસેલા લોકો ઉપર ફરી વળી હતી. આમ ઘટના સ્થળે 6 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

હિંમતનગરમાં અમદાવાદના 7 લોકોના મોત, કટર વડે કાર કાપી મૃતદેહ બહાર કાઢ્યા

25 સપ્ટેમ્બર 2024ના રોજ સાબરકાંઠાના હિંમતનગર સહકારી જીન પાસે ટ્રેલર પાછળ ઇનોવા કાર ધકાડાભેર અથડાતા ભંયકર અકસ્માત થયો હતો. આ એક્સિડન્ટ એટલો ભયંકર હતો કે ઘટનાસ્થળ પર જ કારમાં બેઠેલા 7 લોકોનું કરુણ મોત થયું હતું.

એક્સિડેન્ટ બાદ કાર સંપૂર્ણપણે ચગદાઇ જતા કટર વડે કારના પતરા કાપી મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃતકો શામળાજીથી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે હિંમતનગર હાઇવે પર કાર એક્સિડન્ટ થયો હતો. તમામ મૃતકો અમદાવાદના રહેવાસી હતા.

અંબાજી અકસ્માત: 6 લોકોના મોત, 35 ઘાયલ

7 ઓક્ટોબર, 2024ના રોજ યાત્રાપીઠ અંબાજી નજીક આવેલા ત્રિસુળીયા ઘાટ પાસે બસ પલ્ટી ખાઈ જતા 6 લોકોના મોત નિપજ્યા હતા. ત્યાં જ આ રોડ અકસ્માતમાં 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્ત લોકોને પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા.

આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ 4 લોકોના મોત નિપજ્યા હતા તો એક બાળકનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું ત્યાં જ એક યુવકે પણ પાલનપુર સિવિલમાં દમ તોડ્યો હતો.

કડી તાલુકામાં દિવાલની ભેખડ ધસી પડતા 8 શ્રમિકોના મોત

Kadi Accident
આ દુર્ઘટનામાં 10 કામદારો દટાયા હતા. જેમાંથી 8 કામદારોના મોત થયા હતા.

કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી ખાનગી કંપનીમાં ગોઝારી ઘટના 12 ઓક્ટોબર, 2024ના રોજ બની હતી. અહીં કામદારો કંપનીની દિવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક માટી ધસી પડવાથી 10 કામદારો દટાયા હતા.

જેમાં 8 કામદારોના મોત થયા હતા. દટાયેલા મજૂરોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં 10 શ્રમિકો દટાયા હતા જેમાંથી 8 કામદારોના મોત થયા હતા.

કંડલાની કેમિકલ ફેક્ટરીમાં ટાંકી સાફ કરતા 5 કામદારોના મોત

16 ઓક્ટોબર, 2024ના રોજ કંડલામાં આવેલી emami companyની કેમિકલ ફેક્ટરીમાં અકસ્માતમાં 5 કામદારોના મોત થયા છે. કેમિકલની ટાંકી સાફ કરવામાં આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. આ ઘટના બાદ કંપની પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

જ્યારે કામદારો સફાઈ માટે ટાંકીમાં ઉતર્યા ત્યારે ઝેરી ગેસને કારણે તેઓ બેભાન થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો.

Web Title: Gujarat year ender 2024 list of horrific accidents in gujarat in the year 2024 rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×