scorecardresearch
Premium

Gujarat Winter weather Update : ગુજરાતમાં શિયાળો વિદાય તરફ, શું ત્રણ દિવસ બાદ ગરમી ચાલું થશે? હવામાન વિભાગે શું આગાહી કરી?

Gujarat Weather Forecast : આગામી દિવસોમાં ઠંડીનું જોર સાવ ઓછું થઈ જવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. ગુજરાતમાં અત્યારે તાપમાન 15 ડિગ્રીની ઉપર નોંધાઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં ગુરુવારે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન્હોતો.

Gujarat winter Weather update
ગુજરાતમાં શિયાળામાં વરસાદી માહોલ – Express photo by IE Gujarati

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ઠંડીએ ભુક્કા બોલાવ્યા બાદ હવે બીજા સપ્તાહ દરમિયાન ઠંડીનું જોર ધીમું પડ્યું છે. ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો નોંધાવા લાગ્યો છે. અને આગામી દિવસોમાં ઠંડીનું જોર સાવ ઓછું થઈ જવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. ગુજરાતમાં અત્યારે તાપમાન 15 ડિગ્રીની ઉપર નોંધાઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં ગુરુવારે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન્હોતો.

નલિયામાં ઠંડીની સ્થિતિ સામાન્ય

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન્હોતો. મોટાભાગના વિસ્તારોમાં 15-16 ડિગ્રીની આજુબાજુ લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં 13.2થી લઈને 21.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. 13.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. જ્યારે ઓખામાં 21.2 સૌથી ઉંચુ લઘુતમ તાપમાન રહ્યું હતું. ડીસામાં 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં બેવડી ઋતુનો અહેસાસ

ગુજરાતમાં શિયાળો પોતાના અંત તરફ જઈ રહ્યો છે ત્યારે ઉનાળો પણ ગુજરાતમાં દસ્ક્ત આપવા તૈયાર બેઠો છે. આવી સ્થિતિ વચ્ચે અમદાવાદ શહેર સહિત રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બેવડી ઋતુમાં બીમારીના કેસોમાં પણ વાધારો નોંધાયો હતો.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ32.4 17.4
ડીસા33.6 14.8
ગાંધીનગર32.8 16.2
વિદ્યાનગર33.7 17.2
વડોદરા32.8 16.4
સુરત34.419.8
વલસાડ
દમણ32.4 17.6
ભૂજ35.4 17.8
નલિયા34.1 13.2
કંડલા પોર્ટ32.0 18.4
કંડલા એરપોર્ટ33.6 16.5
અમરેલી0000
ભાવનગર32.6 17.6
દ્વારકા33.8 19.8
ઓખા26.6 21.2
પોરબંદર34.6 15.3
રાજકોટ35.0 15.4
વેરાવળ35.6 18.9
દીવ32.5 14.9
સુરેન્દ્રનગર34.1 17.0
મહુવા34.8 14.1
કેશોદ33.2 15.0

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

ત્રણ દિવસ બાદ ઠંડીમાં 2-3 ડિગ્રી હજી ઘટાડો નોંધાશે

અત્યારે ઠંડીમાં ઘટાડો નોંધાયો છે પરંતુ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. અને ત્રણ દિવસ બાદ 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઊચકાશે. આમ ઠંડીમાં ઘટાડો અને ગરમીમાં વધારો નોંધાશે. આમ ધીમે ધીમે શિયાળો એકદમ ગાયબ થઈ જશે.

Web Title: Gujarat winter forecast weather update winter is about to leave gujarat will the heat start after three days ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×