scorecardresearch
Premium

Gujarat Weather updates : ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ, અમદાવાદમાં શું છે સ્થિતિ

Gujarat Weather Forecast : છેલ્લા બે દિવસમાં ગુજરાતના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. જોકે, બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

Gujarat weather update in gujarati
ગુજરાતમાં શિયાળો વિદાય તરફ ઉનાળો નજીક આવી ઉભો – photo – freepik

Gujarat Weather updates, ગુજરાત વેધર: અત્યારે ગુજરાતમાં બે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારે ઠંડી અને બપોરે ગરમી જોવા મળી રહી છે તો ક્યાંક ક્યાંક વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આવી પરિસ્થિતિ વચ્ચે તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો હતો. ગુજરાતમાં 16 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ પણ હાવમાન વિભાગે સેવી છે.

નલિયામાં સામાન્ય તાપમાન વધ્યું

હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 14.6 ડિગ્રીથી લઈને 22.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં તાપમાનમાં સામાન્ય વધારો થતાં 14.6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 22.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડીસામાં તાપમાન વધીને 17.4 ડિગ્રી નોંધાયું હતું.

અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનમાં વધારો

ગુજરાતમાં શિયાળો અંત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે વાતાવરણમાં બે તરફી વલણ જોવા મળી રહ્યું છે ત્યારે સોમવારના દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન સામાન્ય વધ્યું છે. અમદાવાદમાં 18.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે વડોદારમાં 18 ડિગ્રી અને સુરતમાં 21.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ34.2 18.5
ડીસા35.6 17.4
ગાંધીનગર34.4 17.0
વિદ્યાનગર35.5 20.0
વડોદરા34.4 18.0
સુરત36.4 21.9
વલસાડ
દમણ36.8 18.0
ભૂજ35.5 19.4
નલિયા35.6 14.6
કંડલા પોર્ટ34.4 20.0
કંડલા એરપોર્ટ34.3 17.2
અમરેલી0000
ભાવનગર34.6 18.4
દ્વારકા34.4 19.6
ઓખા26.822.2
પોરબંદર35.5 16.2
રાજકોટ36.7 18.4
વેરાવળ35.0 21.5
દીવ34.9 18.0
સુરેન્દ્રનગર36.3 19.2
મહુવા35.8 17.3
કેશોદ35.8 15.6

આ દિવસોમાં ગુજરાતમાં પડી શકે છે હળવો વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન હળવો વરસાદ પડવાની શક્યતા છે. પશ્ચિમી ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ફેરફાર થવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માર્ચના બીજા અઠવાડિયામાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે.

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

એક મધ્યમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં 28 ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કેટલાક સ્થળોએ ઝરમર વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં એક એન્ટિસાયક્લોન સક્રિય થઈ શકે છે, અને તે સમુદ્રથી દૂર જતાની સાથે જ રાજ્ય ફરીથી વાદળછાયું થઈ જશે અને હવામાન ફરી એકવાર બદલાશે.

Web Title: Gujarat winter forecast weather update feeling of double season in gujarat ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×