scorecardresearch
Premium

Gujarat Weather updates : ગુજરાતમાં ઠંડી પાછી આવી! નલિયામાં અચાનક ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : નિલાયમાં અચાનક ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટ્યું હતું. જોકે, હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય.

Gujarat Weather Forecast : ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ
Gujarat Weather Forecast : ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ – Express photo

Gujarat Weather updates : ગુજરાતમાં થોડા દિવસથી સતત તાપમાનમાં વધારો થતો રહ્યો હતો જોકે અચાનક તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. લાગતું હતું કે ઠંડી ગાયબ થઈ પરંતુ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. નિલાયમાં અચાનક ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટ્યું હતું. જોકે, હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય.

નલિયામાં ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું, મહુવા સૌથી ઠંડુ શહેર

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે 16.3 ડિગ્રીથી લઈને 22.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં ત્રણ ડિગ્રી તાપમાન ઘટીને 16.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. જ્યારે મહુવામાં 16.3 ડિગ્રી લઘુતમ તાપમાન રહેતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 22.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ઘટ્યું

થોડા દિવસ ઉનાળા જેવો અહેસાસ કરાવ્યા બાદ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. જોકે, બપોરે તો ગરમી અનુભવાતી હતી. હવામાન વિભાગ પ્રમાણે બુધવારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જેના પગલે અમદાવાદમાં 19.9 ડિગ્રી અને ગાંધીનગરમાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ35.4 19.9
ડીસા35.3 18.1
ગાંધીનગર35.6 18.6
વિદ્યાનગર33.5 20.6
વડોદરા34.6 19.0
સુરત34.9 18.8
વલસાડ
દમણ30.8 18.4
ભૂજ34.6 21.6
નલિયા31.5 16.8
કંડલા પોર્ટ34.2 21.0
કંડલા એરપોર્ટ35.421.2
અમરેલી0000
ભાવનગર33.621.9
દ્વારકા33.6 21.9
ઓખા27.7 21.8
પોરબંદર33.4 18.0
રાજકોટ35.4 18.0
વેરાવળ29.6 22.3
દીવ30.0 17.3
સુરેન્દ્રનગર34.8 21.0
મહુવા33.4 16.3
કેશોદ34.6 16.8

હવામાન વિભાગે શું કરી આગાહી?

ગુજરાતમાં શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે તાપમાનમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. થોડા દિવસના વધારા બાદ બુધવારે તાપમાન ઘટ્યું હતું. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની શક્યતાઓ સેવી છે. હવે ધીમે ધીમે ગરમી પડવાની શરૂ થઈ જશે.

Web Title: Gujarat winter forecast weather update cold weather returns to gujarat temperature down ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×