Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં થોડા દિવસ ઠંડી પડ્યા બાદ હવે તાપમાન ઉચકાઈ રહ્યું છે. ગુજરાતમાં શિયાળો હજી જોઈએ એવો જામ્યો નથી. ડિસેમ્બર મધ્યમાં મોટાભાગે શિયાળો ફૂલબહારમાં હોય છે. આ સમયે કડકડતી ઠંડી પણ પડતી હોય છે. જોકે, ગુજરાતમાં અત્યારે પ્રમાણસરની ઠંડી પડી રહી છે. શુક્રવારે ગુજરાતભરમાં ઠંડી ઘટી હોવાના આંકડા હવામાન વિભાગે આપ્યા છે. રાજ્યભરમાં શુક્રવારે 1થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું. નલિયાની વાત કરીએ તો નલિયામાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયા હતું. જે ગુજરાતનું સૌથી નીચું તાપમાન રહેતા રાજ્યનું ઠંડુ શહેર રહ્યું હતું. જોકે, નલિયામાં શુક્રવારે ત્રણ ડિગ્રી તાપમાન વધ્યું હતું. ઓખામાં લઘુત્તમ તાપમાન 23.2 ડિગ્રી નોંધાયું હતું.
નલિયામાં ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ઉચકાયો
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે શુક્રવારે નલિયાનું લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે, ગુરુવારે લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું હતું.આમ નલિયામાં તાપમાનમાં ત્રણ ડિગ્રી જોટલો વધારો નોંધાયો હતો.અમદાવાદમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી જ્યારે શુક્રવારે 17.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાા એક ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 13.5 ડિગ્રીથી લઈને 23.2 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહ્યું હતું.
ગુજરાતમાં શુક્રવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 29.5 | 17.7 |
| ડીસા | 29.6 | 14.3 |
| ગાંધીનગર | 28.8 | 16.0 |
| વલ્લભ વિદ્યાનગર | 29.3 | 18.2 |
| વડોદરા | 32.4 | 22.2 |
| સુરત | 32.8 | 21.4 |
| વલસાડ | 00 | 20.0 |
| દમણ | 32.2 | 19.2 |
| ભુજ | 31.6 | 17.2 |
| નલિયા | 32.3 | 13.5 |
| કંડલા પોર્ટ | 29.6 | 20.2 |
| કંડલા એરપોર્ટ | 30.7 | 16.8 |
| ભાવનગર | 29.4 | 20.0 |
| દ્વારકા | 29.8 | 19.2 |
| ઓખા | 28.5 | 23.2 |
| પોરબંદર | 32.4 | 19.4 |
| રાજકોટ | 32.0 | 19.4 |
| વેરાવળ | 30.2 | 20.4 |
| દીવ | 29.9 | 18.9 |
| સુરેન્દ્રનગર | 30.8 | 18.4 |
| મહુવા | 31.2 | 19.3 |