Gujarat Weather Updates, IMD forecast, ગુજરાતનું હવામાન, ગુજરાત વેધરઃ ગુજરાતમાં એક તરફ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે તો બજી તરફ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી રહી છે. આજે સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગે ઉત્તરાખંડના પાંચ જિલ્લા – ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડા અને કરા પડવાની ચેતવણી પણ આપી છે.
Gujarat Weather Updates : આજથી છ દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે આજથી એટલે કે 13 મે 2024થી લઈને 18 મે 2024 સુધી છ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજથી છ દિવસમાં ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી ખેડા, દાહોદ, મહિસાગર, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં અરમેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી હતી.
Gujarat Weather Updates : સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર, અમદાવાદ બીજા ક્રમે
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે રવિવારના દિવસે રાજ્યમાં સૌથી વધારે ગરમી 42 ડિગ્રી રહી હતી. સુરેન્દ્રનગર 42 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે 41.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ બીજા ક્રમે રહ્યું હતું. રવિવારે 32 ડિગ્રીથી લઈને 42 ડિગ્રી સુધી ગરમી રહી હતી.
Gujarat Weather Updates : આજે અમદાવાદમાં કેવું રહેશે હવામાન?
AccuWeather.com પ્રમાણે આજે 13 મે 2024, સોમવારના દિવસે અમદાવાદમાં એક ડિગ્રી જેટલી ગરમી ઘટશે એટલે કે ગરમી 41 ડિગ્રી આસપાસ રહેશે.. 67 ટકા વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 29 ટકા જેટલું રહેશે. હવાની ગતિ 26 કિમી પ્રતિકલાક તેમજ વિઝિબિલિટી 10 કિમીની રહેશે. સાંજ પડે આકાશ વાદળોથી ઢંકાશે.
આ પણ વાંચોઃ- બનાસકાંઠામાં 31 દલિતોએ હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો
ઉત્તરાખંડના પાંચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
ભારતીય હવામાન વિભાગે ઉત્તરાખંડના પાંચ જિલ્લા – ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડા અને કરા પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ- નવસારીના દાંડીના દરિયાકાંઠે 6 લોકો પાણીમાં ડૂબ્યા, 2 લોકોને બચાવ્યા, 4 લાપતા
હવામાન વિભાગની આગાહી મુજબ પિથોરાગઢ, ચમોલી, રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી અને બાગેશ્વર જિલ્લામાં 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઇ શકે છે. આઈએમડી એલર્ટની સાથે જ રાજ્ય પ્રશાસને પણ પ્રશાસનને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા ભરવાનું કહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે વીજળી પડવાથી ઠેકઠેકાણે સંપત્તિ, માણસો અને પ્રાણીઓને નુકસાન થઈ શકે છે.