Gujarat Weather Updates, IMD forecast, ગુજરાતનું હવામાન, ગુજરાત વેધરઃ ગુજરાતમાં થોડા દિવસની આંશિક રાહત બાદ આકાશ ફરીથી તપવા લાગ્યું છે. ઉનાળો હવે પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડશે. મે મહિનામાં આકાશમાંથી અગન જ્વાળાઓ વરસશે. ગુજરાતમાં મવાઠાની આગાહી વચ્ચે થોડા દિવસ ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. જોકે, હવે ધીમે ધીમે ગરમી વધવા લાગી છે. રવિવારના દિવસે ગુજરાતના 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો.
Gujarat Weather updates : સૌરાષ્ટ્રમાં આગઝરતી ગરમી
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 10 શહેરોમાં મહત્તમ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી દીધો હતો. જેમાં મધ્ય ગુજરાત અને કચ્છ – સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે. રવિવારે સૌથી વધારે ગરમી સૌરાષ્ટ્રમાં નોંધાઈ હતી. સૌરાષ્ટ્રના પાંચ વિસ્તારોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પણ વટાવી ગયો હતો. સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ગરમી મહુવામાં 41.4 ડિગ્રી નોંધાઈ હતી.
Gujarat Weather updates : અમદાવાદમાં ગરમી 40 ડિગ્રીને પાર
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં શુક્રવારે સાંજે 39.7 ડિગ્રી મહત્તમ ગરમી નોંધાઈ હતી. જોકે, રવિવારે સાંજે મહત્તમ ગરમી 40.5 ડિગ્રી નોંધાઈ હતી. આમ અમદાવાદમાં રવિવારે આશરે 1 ડિગ્રીની આસપાસ ગરમી વધી હતી. જોકે, આવનારા દિવસોમાં ગરમી લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
આ પણ વાંચોઃ- ગુજરાત : અરબી સમુદ્રમાંથી 600 કરોડની કિંમતનું 86 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત, 14 પાકિસ્તાની ઝડપાયા
Gujarat Weather updates : રવિવારે ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 40.5 | 27.9 |
| ડીસા | 39.0 | 24.8 |
| ગાંધીનગર | 39.8 | 26.0 |
| વલ્લભ વિદ્યાનગર | 40.9 | 27.2 |
| વડોદરા | 40.6 | 26.2 |
| સુરત | 39.6 | 27.6 |
| વલસાડ | 00 | 20.2 |
| દમણ | 36.8 | 27.4 |
| ભુજ | 40.3 | 24.3 |
| નલિયા | 34.5 | 23.6 |
| કંડલા પોર્ટ | 34.1 | 25.1 |
| કંડલા એરપોર્ટ | 40.5 | 23.4 |
| અમરેલી | 41.0 | 27.0 |
| ભાવનગર | 39.2 | 28.0 |
| દ્વારકા | 30.6 | 26.4 |
| ઓખા | 34.0 | 25.6 |
| પોરબંદર | 38.8 | 22.6 |
| રાજકોટ | 41.3 | 22.8 |
| વેરાવળ | 38.6 | 24.9 |
| દીવ | 39.0 | 24.8 |
| સુરેન્દ્રનગર | 41.1 | 27.0 |
| મહુવા | 41.4 | 25.5 |
| કેશોદ | 41.3 | 23.7 |
Gujarat Weather updates : સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હીટવેવની આગાહી
હવામાન વિભાગે આગામી બે દિવસો માટે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ દીવમાં બે દિવસ હીટ વેવની સ્થિતિ સર્જાઈ શકે છે. કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવાની પણ અધિકારીઓએ સલાહ આપી છે.