Gujarat Weather Updates, IMD forecast, ગુજરાતનું હવામાન, ગુજરાત વેધરઃ ગુજરાતમાં ગરમીએ પોતાની ચરમસીમા વટાવી દીધી છે. ગુજરાતમાં ઉનાળો વધારે આકરો બનતો જાય છે. દિવસેને દિવસ વધારે ગરમી પડી રહી છે. ત્યારે અમદાવાદમાં ગરમીએ 43 ડિગ્રીનો પારો વટાવી દીધો છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન અમદાવાદમાં 43.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જોકે, હવામાન વેબસાઈટમાં આજે પણ 43 ડિગ્રી ગરમી પહોંચવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી કરી છે.
Gujarat Weather Updates : આજે પણ અમદાવાદમાં ગરમી 43 ડિગ્રી પહોંચશે
હવામાનની જાણકારી આપતી વેબસાઈટ AccuWeather પ્રમાણે આજે 8 મે 2024, બુધવારનો દિવસ અમદાવાદીઓ માટે પસાર કરવો કાઠો પડી જશે. કારણ કે અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. બપોરના સમયમાં આકરી ગરમીનો અહેસાસ થશે.સૂર્યદાદા આકાશમાંથી અગન ગોળા વરસાવશે. સાંજ પડે તાપમાન ઘટશે જોકે, ગરમીનો અહેસાસ રાત સુધી રહેશે.
Gujarat Weather Updates : ભુજ બન્યુ ગુજરાતનું સૌથી ગરમ શહેર
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે 7 મે 2024, મંગળવારે ભુજમાં ગુજરાતની સૌથી વધારે ગરમી નોંધાઈ હતી. ભુજમાં 43.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે રાજ્યમાં બીજા નંબરે અમદાવાદમાં 43.3 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. ગાંધીનગરમાં 42.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચોઃ- ગુજરાત: શિક્ષકે કરી એવી કમાલ કે માર્કશીટ થઇ વાયરલ, જોઇ તમે પણ દંગ રહી જશો
મંગળવારે ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 43.3 | 28.5 |
| ડીસા | 41.3 | 26.8 |
| ગાંધીનગર | 42.5 | 28.9 |
| વલ્લભ વિદ્યાનગર | 40.2 | 26.4 |
| વડોદરા | 41.4 | 27.4 |
| સુરત | 34.6 | 28.2 |
| વલસાડ | 35.2 | 21.2 |
| દમણ | 33.6 | 27.0 |
| ભુજ | 43.5 | 25.4 |
| નલિયા | 36.2 | 26.0 |
| કંડલા પોર્ટ | 36.1 | 26.5 |
| કંડલા એરપોર્ટ | 41.0 | 26.1 |
| અમરેલી | 00 | 00 |
| ભાવનગર | 38.2 | 26.9 |
| દ્વારકા | 32.5 | 27.0 |
| ઓખા | 33.4 | 26.6 |
| પોરબંદર | 34.8 | 25.4 |
| રાજકોટ | 42.7 | 24.0 |
| વેરાવળ | 33.2 | 27.3 |
| દીવ | 33.2 | 26.4 |
| સુરેન્દ્રનગર | 43.0 | 27.2 |
| મહુવા | 37.8 | 25.6 |
| 40.1 23.7 | 39.1 | 26.4 |
Gujarat Weather Updates : હવામાન વિભાગે શું કરી આગાહી?
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ઉનાળામાં આગામી બે દિવસ ગુજરાતના સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર અને દિવમાં હીટવેવની શક્યતાઓ છે. અહીં તાપમાન ઊંચું જવાની ધારણા છે ત્યારે બીજી તરફ આગામી 12 અને 13 મે 2024ના રોજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે. આ વિસ્તારોની વાત કરીએ તો છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે.