Gujarat weather update, IMD forecast, ગુજરાતનું હવામાન : ગુજરાતમાં ઉનાળો પોતાની ચરમ સીમાએ પહોંચી ગયો છે. ગરમીના પારાએ પોતાની આગ ઓકતી સપાટી સ્પર્શી લીધી છે. ત્યારે ગુજરાતમાં બે દિવસમાં ગરમીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. આગામી દિવસોમાં હવામાનમાં કોઈફેરાર જણાતો નથી.
ગુજરાતમાં બે દિવસ પહેલા મહત્તમ તાપમાન 44 ડિગ્રીએ પહોંચ્યું હતું. જે ગગડીને શુક્રવારે 40 ડિગ્રીએ રહ્યું હતું. ગુજરાતમાં અત્યારે ગરમી 40 ડિગ્રી નીચે ઉતરી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ચાર દિવસોમાં હવામાનમાં કોઈ ફેરફાર થશે નહી.
અમદાવાદમાં બે દિવસમાં ગરમીનો પારો 2 ડિગ્રી ગગડ્યો
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતભરમાં ગરમીનો પારો ગગડ્યો હતો. જેના પગલે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. અમદાવાદીઓને પણ ગરમીમાંથી રાહત મળી છે કારણ કે પાછલા બે દિવસમાં ગરમીમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. બુધવારે અમદાવાદમાં મહત્તમ પાતમાન 42.2 ડિગ્રી નોંધાયું હતું. જે શુક્રવારે સાંજ સુધીમાં 39.5 ડિગ્રી નોંધાયું હતું. આમ અમદાવાદની ગરમીમાં ઘટાડો નોંધાયો હતો.
આ પણ વાંચોઃ- ‘અમે જે યુરિયા રૂ. 300 માં આપીએ છીએ તે અમેરિકામાં રૂ. 3000માં મળે છે’, જાણો કિંમતનું ગણિત
Gujarat weather update : સમગ્ર ગુજરાતમાં ગરમીમાં ઘટાડો
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે બુધવારે અમરેલી, સુરત, ભૂજ, ભાવનગર, અમદાવાદ સહિતના મોટા ભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું હતું. જોકે, શુક્રવારે સાંજે સમગ્ર ગુજરાતમાં મહત્તમ ગરમી 40 ડિગ્રીથી નીચે નોંધાઈ હતી.
કાળઝાળ ગરમીથી પરેશાન ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની અગાઉની આગાહી મુજબ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. આ ઉપરાંત પવનની દિશા બદલાતા ગુજરાતના મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે.
આ પણ વાંચોઃ- ગુજરાતના કચ્છમાંથી મળ્યા હિન્દુ સંસ્કૃતિના વૈજ્ઞાનિક પુરાવા, વાસુકી નાગ માત્ર વાત નહી સાચી હકીકત
આગામી 2-3 દિવસમાં ગરમીમાંથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી મુજબ, અમદાવાદ શહેરમાં ગઈ કાલે મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે આગામી 48 કલાકમાં તાપમાનમાં હજુ બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
ગુજરાતમાં શુક્રવારે ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 39.5 | 27.5 |
| ડીસા | 37.3 | 25.8 |
| ગાંધીનગર | 39.0 | 27.4 |
| વલ્લભ વિદ્યાનગર | 38.5 | 27.2 |
| વડોદરા | 39.8 | 28.6 |
| સુરત | 39.0 | 27.6 |
| વલસાડ | 37.8 | 20.4 |
| દમણ | 36.2 | 27.2 |
| ભુજ | 36.8 | 24.9 |
| નલિયા | 33.0 | 24.4 |
| કંડલા પોર્ટ | 35.5 | 26.5 |
| કંડલા એરપોર્ટ | 38.9 | 26.0 |
| અમરેલી | 40.0 | 26.7 |
| ભાવનગર | 38.0 | 27.9 |
| દ્વારકા | 30.7 | 26.6 |
| ઓખા | 33.9 | 25.9 |
| પોરબંદર | 34.8 | 25.5 |
| રાજકોટ | 38.7 | 25.4 |
| વેરાવળ | 31.8 | 26.3 |
| દીવ | 37.2 | 25.7 |
| સુરેન્દ્રનગર | 39.2 | 27.0 |
| મહુવા | 39.4 | 26.5 |
| કેશોદ | 38.1 | 25.8 |
Gujarat weather update : હવામાન વિભાગે શું કરી આગાહી?
હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે કે પશ્ચિમી પવનો ફૂંકાવવાથી વાતાવરણમાં ભેજ રહેશે. જેથી તાપમાનનો પારો આગામી દિવસોમાં સ્થિર રહેશે. આ તમામ વાતો વચ્ચે પણ અમદાવાદમાં તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે. સૌરાષ્ટ્રમાં ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. પવનની દિશા બદલાઈ છે જેથી તાપમાન સામાન્ય રહેશે, પરંતુ તેની અમદાવાદમાં સામાન્ય અસર વર્તાશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે જઈ શકે છે.