Gujarat Weather Updates, IMD forecast, ગુજરાતનું હવામાન : ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ગરમીના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, આગામી દિવસોમાં ભીષણ ગરમી પડવાનું અનુમાન છે. અત્યારે વેસ્ટર્ન્ડ ડિસ્ટર્બન્સના કારણે આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાના પગલે ગરમીમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી ગરમી 3-4 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. રવિવારની વાત કરીએ તો રવિવારે સૌથી વધારે ગરમી વિદ્યાનગરમાં 40.1 ડિગ્રી નોંધાઈ હતી. જ્યારે સૌથી ઓછી ગરમી વેરાવણમાં 31.4 ડિગ્રી નોંધાઈ હતી.
Gujarat Weather Updates : અમદાવાદમાં ત્રણ દિવસમાં બે ડિગ્રી ઘટી ગરમી
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં બે ડિગ્રી જેટલી ગરમી ઘટી હતી. અમદાવાદમાં ગત શુક્રવારે 39.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે રવિવારે અમદાવાદમાં 37.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આમ છેલ્લા ત્રણ દિવસમાં આશરે બે ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. જોકે, ગત બુધવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી નોંધાયું હતું.
આ પણ વાંચોઃ- ગુજરાતના કચ્છમાંથી મળ્યા હિન્દુ સંસ્કૃતિના વૈજ્ઞાનિક પુરાવા, વાસુકી નાગ માત્ર વાત નહી સાચી હકીકત
Gujarat Weather Updates : સમગ્ર ગુજરાતમાં ગરમી ઘટના રાહતનો લોકોએ લીધો શ્વાસ
સામાન્ય રીતે ગુજરાતમાં અમદાવાદ સહિત મોટભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ને વટાવતો હોય છે. જોકે ઉનાળાની આ સિઝનમાં તાપમાન એકવાર 40ને વટાવી ફરીથી ઘટી ગયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમી ઘટના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રવિવારે ગુજરાતમાં 31 ડિગ્રીથી લઈને 40 ડિગ્રી સુધી ગરમી નોંધાઈ હતી.
રવિવારે ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 37.7 | 26.0 |
| ડીસા | 36.3 | 24.1 |
| ગાંધીનગર | 37.0 | 24.9 |
| વલ્લભ વિદ્યાનગર | 40.1 | 25.2 |
| વડોદરા | 37.0 | 26.4 |
| સુરત | 37.5 | 26.0 |
| વલસાડ | 38.4 | 19.3 |
| દમણ | 34.6 | 25.6 |
| ભુજ | 36.1 | 23.4 |
| નલિયા | 33.2 | 23.2 |
| કંડલા પોર્ટ | 35.7 | 24.6 |
| કંડલા એરપોર્ટ | 36.3 | 23.6 |
| અમરેલી | 38.2 | 24.5 |
| ભાવનગર | 38.2 | 26.2 |
| દ્વારકા | 30.2 | 26.2 |
| ઓખા | 33.4 | 25.3 |
| પોરબંદર | 33.8 | 22.9 |
| રાજકોટ | 37.7 | 22.4 |
| વેરાવળ | 31.4 | 25.1 |
| દીવ | 35.5 | 24.0 |
| સુરેન્દ્રનગર | 37.5 | 25.0 |
| મહુવા | 39.0 | 22.6 |
| કેશોદ | 36.1 | 23.3 |
Gujarat Weather Updates : એપ્રીલના અંતમાં પડશે કાળઝાળ ગરમી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતારવણ રહેતા ગરમીનો પારો ઘટ્યો છે. જોકે, આગામી દિવસોમાં વાદળો હટવાની સાથે જ કાળઝાળ ગરમી પડશે. ગરમીનો પારો ફરથી 40 ડિગ્રીને વટાવશે. હીટવેવની ચેતવણી પણ અપાશે.