Gujarat Weather Updates, IMD forecast, ગુજરાતનું હવામાન, ગુજરાત વેધરઃ ગુજરાતમાં ગરમીએ માજા મુકી છે. ધીમે ધીમે ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે આવી સ્થિતિમાં ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રી પહોંચી ગયો છે. સાથે સાથે અમદાવાદ પણ અગનગોળામાં ફેરવાયું છે. ગુજરાતમાં સૌથી વધારે ગરમી અમરેલીમાં નોંધાઈ હતી. આમ અમરેલી ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
Gujarat Weather Updates : અમરેલીમાં ગરમી 42 ડિગ્રી સપાટીએ પહોંચી
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે શુક્રવારે ગુજરાતમાં કાળઝાર ગરમી પડી હતી. આંકડા પ્રમાણે અમરેલીમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. જ્યારે બીજા નંબરે અમદાવાદમાં 41.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ગુજરાતમાં સૌથી ઓછી ગરમી દ્વારકા 32 ડિગ્રી મહત્તમ તાપમાન નોધાયું હતું. શુક્રવારે હવામા ભેજનું પ્રમાણ 035 ટકા નોંધાઈ હતી.
Gujarat Weather Updates : ગુજરાતમાં શુક્રવારે ક્યાં કેટલી ગરમી પડી?
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 41.7 | 25.6 |
ડીસા | 40.8 | 22.4 |
ગાંધીનગર | 41.2 | 24.4 |
વલ્લભ વિદ્યાનગર | 39.9 | 24.8 |
વડોદરા | 40.8 | 24.4 |
સુરત | 39.8 | 24.9 |
વલસાડ | 37.2 | 20.2 |
દમણ | 34.2 | 23.6 |
ભુજ | 40.6 | 23.6 |
નલિયા | 35.1 | 23.0 |
કંડલા પોર્ટ | 35.0 | 25.6 |
કંડલા એરપોર્ટ | 39.3 | 23.9 |
અમરેલી | 42.0 | 24.5 |
ભાવનગર | 38.7 | 26.6 |
દ્વારકા | 32.0 | 26.4 |
ઓખા | 33.5 | 25.6 |
પોરબંદર | 36.4 | 23.4 |
રાજકોટ | 42.3 | 24.0 |
વેરાવળ | 33.2 | 25.5 |
દીવ | 34.2 | 24.1 |
સુરેન્દ્રનગર | 42.3 | 25.8 |
મહુવા | 36.6 | 22.1 |
40.1 23.7 | 40.4 | 24.4 |
આ પણ વાંચોઃ- લોકસભા ચૂંટણી 2024: મહેસાણા બેઠક ભાજપ અને દેશ માટે છે ખાસ, જાણો રસપ્રદ ઈતિહાસ અને ચૂંટણી પરિણામ
Gujarat Weather Updates : ગુજરાતના આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાંના વિસ્તારોમાં હીટ વેવ રહેવાની શક્યતા છે. ત્યારે આ વિસ્તારોમાં યલો યેલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને ભાવનગર, પોરબંદર, કચ્છ અને વલસાડ વિસ્તારોમાં આગામી દિવસ ભારે રહેવાના છે. આ વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે.
ગરમીથી બચવા શું કરવું જોઈએ?
હવામાન વિભાગે હિટવેવની આગાહીની સાથે ગરમીથી બચવા સૂચનો કર્યા છે. જેમાં કહેવાયું છે કે સીધા તડકાના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. આ ઉપરાંત યલો એલર્ટ વિસ્તારમાં રહેતા લોકોએ કામ વગરમાંથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. સાથે સાથે હળવા રંગના અને સુતરાઉના કપડાં પહેરવા જોઈએ. સાથે ગરમીમાં બહાર નીકળતા સમયે માથું ઠાંકીને રાખવું જોઈએ.