Gujarat Weather Updates, IMD forecast, ગુજરાતનું હવામાન, ગુજરાત વેધરઃ ગુજરાતમાં ગરમીએ પોતાની ચરમસીમા વટાવી દીધી છે ત્યારે અમદાવાદમાં ગરમીએ ભુક્કા બોલાવી દીધા છે. અમદાવાદમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં યલો એલર્ટ પણ જાહેર કરાયેલું છે. ત્યારે હવામાન વિભાગે કચ્છમાં હીટવેવની આગાહી કરી છે.
અમદાવાદ અગનગોળામાં ફેરવાયું
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે 32 ડિગ્રીથી લઈને 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ 43 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીએ 41 ડિગ્રી સપાટી વટાવી હતી. રાજ્યના મોટા ચાર શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં 43 ડિગ્રી, વડોદરામાં 41.2 ડિગ્રી સુરતમાં 34.6 ડિગ્રી રાજકોટમાં 42.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં બપોરે થશે 43 ડિગ્રી ગરમીનો અહેસાસ
accuweather.com પ્રમાણે અમદાવાદમાં ગરમીમાં આંશિક ઘટાડો આવી શકે છે. આજે દિવસ દરમિયાન 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની ધારણ છે. બપોરે 43 ડિગ્રી જેટલી ગરમીનો અહેસાસ થશે. પવનની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 24 ટકા રહેશે. વિઝિબિલિટી 10 કિલોમિટર સુધીની રહેશે. આમ એકંદરે આજે અમદાવાદમાં ગરમીમાંથી સહેજ રાહત રહેશે.
રાજ્યમાં બુધવારે ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
રાજ્યમાં આ વિસ્તારોમાં 12 તારીખ પછી પડશે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 12 તારીખ પછી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે. ખાસ કરીને છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં હળવો વરસાદ પડી શકે છે. બીજી તરફ હવામાન વિભાગે કચ્છમાં હીટવેવની આગાહી કરી છે.