Gujarat Weather Updates, IMD forecast, ગુજરાતનું હવામાન : એપ્રિલ મહિનો પુરો થવા જઈ રહ્યો છે છતાં ગુજરાતમાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટાના પગલે અત્યારે ગરમીનો પારો નીચે ઉતર્યો છે. અત્યારે મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે ઉતરેલો છે જોકે, આગામી દિવસોમાં આ પારો ઉચકાશે. જોકે અત્યારે લોકોને ગરમીમાંથી રાહત છે પરંતુ આગામી દિવસોમાં ઉનાળાની કાળઝાર ગરમી માટે તૈયાર રહેવું પડશે.
Gujarat Weather Updates : ગુજરાતમાં 30થી 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે સપ્તાહની શરુઆતમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 30 ડિગ્રીથી લઈને 39 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતના અમદાવાદ, કંડલા એરપોર્ટ અને અમરેલીમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
Gujarat Weather Updates : અમદાવાદમાં ગરમીનો પારો ઉચકાયો
હવામાન વિભાગના જાહેર કરેલા આંકડા પ્રમાણે અમદાવાદ શહેરમાં એક ડિગ્રી જેટલું તાપમાન ઉચકાયું હતું. રવિવારના રોજ અમદાવાદમાં 37.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જે સોમવારના દિવસે 39 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતમાં સૌથી ઉંચું તાપમાન 39 ડિગ્રી નોંધાયું છે. આ જોતા અમદાવાદ શહેર ગુજરાતનું ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં સોમવારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહ્યું હતું.

Gujarat Weather Updates : સોમવારે ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 39.0 | 26.0 |
| ડીસા | 37.8 | 22.7 |
| ગાંધીનગર | 38.6 | 25.5 |
| વલ્લભ વિદ્યાનગર | 37.5 | 24.5 |
| વડોદરા | 37.8 | 26.2 |
| સુરત | 38.0 | 26.5 |
| વલસાડ | 36.8 | 19.0 |
| દમણ | 34.6 | 25.6 |
| ભુજ | 37.6 | 22.6 |
| નલિયા | 33.2 | 22.0 |
| કંડલા પોર્ટ | 34.4 | 23.8 |
| કંડલા એરપોર્ટ | 39.0 | 21.3 |
| અમરેલી | 39.0 | 23.0 |
| ભાવનગર | 38.2 | 26.0 |
| દ્વારકા | 30.6 | 26.0 |
| ઓખા | 33.5 | 25.4 |
| પોરબંદર | 34.0 | 21.7 |
| રાજકોટ | 38.6 | 23.2 |
| વેરાવળ | 31.4 | 24.5 |
| દીવ | 35.6 | 24.0 |
| સુરેન્દ્રનગર | 38.7 | 24.4 |
| મહુવા | 38.8 | 22.6 |
| કેશોદ | 22.6 | 21.8 |
Gujarat Weather Updates : ગરમીનો પારો ધીમે ધીમે ઉચકાવા લાગ્યો
હવામાન વિભાગ પાસેથી મળતા આંકડા પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી વેસ્ટેર્ન ડિસ્ટના કારણે ગરમીનો પારો નીચે ઉતર્યો હતો. જોકે, એક તબક્કે 44 ડિગ્રી પહોંચલું તાપમાન અત્યારે 40 ડિગ્રી નીચે નોંધાયું છે. જોકે, હવે ધીમે ધીમે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. રવિવાર કરતા સોમવારે સમગ્ર ગુજરાતમાં એક ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું.
આ પણ વાંચોઃ- ગુજરાતના કચ્છમાંથી મળ્યા હિન્દુ સંસ્કૃતિના વૈજ્ઞાનિક પુરાવા, વાસુકી નાગ માત્ર વાત નહી સાચી હકીકત
આ જોતા હવે આગામી દિવસોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની સપાટી વટાવીને ઉંચા લેવલે પહોંચી શકે છે. આ દિવસોમાં કારણ વગર અને કામ સિવાય ઘરમાંથી બહાર ન નકળવાની અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે.