scorecardresearch

ગુજરાતમાં આગામી 72 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ, આ જિલ્લાઓમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી

હવામાન વિભાગે 19 થી 21 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ આંતરિક ઓડિશા પર ઓછા દબાણવાળા ક્ષેત્રની રચનાને કારણે 19 અને 20 તારીખે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.

gujarat news, gujarat weather update
19 થી 21 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. (તસવીર: IMD/X)

ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગીર સોમનાથ, ડીસા, વલસાડ, દાદરા, નગર હવેલી, જૂનાગઢ, કચ્છ, દીવ જિલ્લામાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ જોવા મળ્યો છે. દક્ષિણ આંતરિક ઓડિશા પર ઓછા દબાણવાળા ક્ષેત્રની રચનાને કારણે 19 અને 20 તારીખે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. ત્યાં જ 19 થી 21 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને દ્વારકા જિલ્લાના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, કચ્છ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે 20 ઓગસ્ટના રોજ રાજ્યના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, અમરેલી, ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. ત્યાં જ નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, દીવ જીલ્લાઓના અલગ-અલગ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: વેફરના પેકેટમાં હવા કેમ ભરેલી હોય છે? ખૂબ જ રસપ્રદ છે કારણ

હવામાન વિભાગનું કહેવું છે કે 21 ઓગસ્ટે ગુજરાતમાં હવામાન લગભગ આવું જ રહેશે. હવામાન વિભાગે 21 ઓગસ્ટે પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છ જિલ્લાના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. ત્યાં જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર અને મોરબી જિલ્લાના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Web Title: Gujarat weather update red alert for rain in gujarat for the next 72 hours rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×