scorecardresearch
Premium

ગુજરાત વેધર અપડેટ : રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ, ઠંડા પવનો, ખેડૂતોની ચિંતા વધી

ગુજરાત વેધર અપડેટ, રાજ્યમાં કેટલા વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે, ઠંડા પવનો ફૂકાંતા બપોરે પણ ગરમીમાં રાહત જોવા મળી રહી. આગામી દિવસમાં માવઠુ થઈ શકે છે.

gujarat weather update
ગુજરાત હવામાન અપડેટ (ફાઈલ ફોટો – એક્સપ્રેસ)

ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ અમદાવાદ, અરવલ્લી સહિતના અનેક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે, સાથે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જેને પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

ગુજરાત હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં ઉત્તર ભારત કેટલાક વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષાની અસર જોવા મળી રહી છે. હાલમાં કેટલાક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ અને ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે આ પહેલા જણાવ્યું હતું કે, શિયાળાની સિઝન પુરી થાય તે પહેલા ફેબ્રુઆરીના અંતમાં કેટલાક વિસ્તારમાં માવઠાની અસર જોવા મળી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસમાં ક્યાંય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી, આજે લઘુત્તમ તાપમાન 13.4 નલિયામાં નોંધાયું હતુ, તો મહત્તમ 22.3 ઓખામાં નોંધાયું હતું. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત હવામાન વિભાગ વેધર અપડેટ

હવામાન વિભાગની ફેબ્રુઆરીના અંતમાં માવઠાની આગાહી અને હાલમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઘઉં, બટાકા, વરિયાળી જેવા પાકને માવઠાની અસરથી નુકશાન થવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો – રખડતા ઢોર – પ્રાણી ખેતરોથી લઈને રસ્તાઓ સુધીની સમસ્યા બન્યા, હુમલામાં નિર્દોષ જીવો ગુમાવી રહ્યા છે

તમને જણાવી દઈએ કે, આ પહેલા હવામાન નિષ્ણાત તરીકે જાણી અંબાલાલ પટેલે પણ ફેબેરુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલટો જોવા મળવાની આગાહી કરી હતી, આ સાથે કચ્છ તથા રાજસ્થાનના કેટલાક સરહદી વિસ્તારમાં માવઠાના છાંટા પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના વાતાવરણની વાત કરીએ તો, હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. ઉત્તર ભારતમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજે અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર વિદર્ભ, છત્તીસગઢના કેટલાક વિસ્તારમાં માવઠુ થઈ શકે છે. તો 29 તારીખ બાદ હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં ફરી બરફવર્ષા જોવા મળવાની પૂરી સંભાવના છે.

Web Title: Gujarat weather update cloudy weather cold wind blowing km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×