scorecardresearch
Premium

Gujarat Weather Update : ગુજરાતમાં આજે બપોર સુધીમાં 32 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધારે અડધો ઈંચ કરતા પણ ઓછો

IMD Weather Forecast Today 9 August 2024 (હવામાન વિભાગની આગાહી): ગુજરાતમાં 24 કલાકમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આગામી સાત દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ ના બરાબર છે.

Gujarat Rain data, Gujarat rain updates, Gujarat Monsoon Forecast
ગુજરાત વરસાદ (Express photo by Nirmal Harindran)

Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં પાછલા દિવસોમાં વરસાદની ગતિ એકદમ ધીમી પડી ગઈ છે. ગુજરાત પર વરસાદી સિસ્ટમ એકદમ નબળી પડી ગઈ છે. જેના પગલે આગામી થોડા દિવસો સુધી ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની શક્યતાઓ નથી. જોકે, ગુજરાતમાં ક્યાંક ક્યાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં કૂલ 108 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વડોદરામાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.

આજે બપોર સુધીમાં 32 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 9 ઓગસ્ટ 2024, શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મોબરીમાં 7 એમએમ અને જામનગરના જોડિયામાં 6 એમએમ વરસાદ નોંધાયો હતો.

વડોદરામાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં કૂલ 108 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વડોદરામાં પોણા ચાર ઈંચ નોંધાયો હતો.

23 તાલુકામાં અડધો ઈંચથી ચાર ઈંચ વચ્ચે વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં કૂલ 109 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 23 તાલુકા એવા હતા જેમાં અડધા ઈંચથી ચાર ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

જિલ્લોતાલુકોવરસાદ (mm)
વડોદરાવડોદરા92
છોટા ઉદેપુરજેતપુરપાવી58
આણંદબોરસદ55
પંચમહાલજાબુઘોડા54
છોટા ઉદેપુરછોટા ઉદેપુ47
છોટા ઉદેપુરબોડેલી34
પંચમહાલગોધરા31
સુરતસુરતશહેર29
આણંદપેટલાદ28
દાહોદદેવગઢબારિયા21
આણંદઆંકલાવ18
તાપીસોનગઢ18
વડોદરાદેસર16
વડોદરાડભોઈ14
તાપીઉચ્છલ13
બનાસકાંઠાદિયોગર13
મોરબીહળવદ12
પાટણસમી12
આણંદઉમરેઠ12
દાહોદદાહોદ12
સાબરકાંઠાઈડર12
ખેડાઠાસરા12
પંચમહાલશેહરા12

24 કલાકમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં કૂલ 108 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વડોદરામાં પોણા ચાર ઈંચ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિંવત

ગુજરાતના વરસાદ અંગે હવામાન વિભાગે આગામી સાત દિવસની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ માટે ક્યાંય ભારે વરસાદ નહીં પડે. જોકે, કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ- નીરજ ચોપરાએ 89.94 મીટરના થ્રો સાથે સિલ્વર જીત્યો, ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઈવેન્ટમાં 2 મેડલ જીતનાર બીજો ભારતીય

આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ, કચ્છ અને દીવમાં આગામી સાત દિવસોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

Web Title: Gujarat weather update 9 august 2024 imd weather forecast today monsoon orange alert in gujarati less than half an inch of rain in 84 talukas in gujarat ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×