Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ચુક્યું છે ત્યારે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી ચૂક્યો છે. ગુજરાતમાં 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં વરસાદે જોરદાર બેટિંગ કરી હતી. અહીં નવ ઈંચ સુધી વરસાદ ખાબકી ચુક્યો હતો. જોકે, આજે સોમવારે સવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે.
ગુજરાતમાં બપોરે બે વાગ્યા સુધીમાં 103 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશ સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 5 ઓગસ્ટ 2024, સોમવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં કૂલ 103 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં એક ઈંચ નોંધાયો હતો. જ્યારે આજે સોમવારે બપોરે 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના વડાલી તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
12 વાગ્યા સુધીમાં 70 તાલુકામાં વરસાદ
આજે સોમવારે વરસાદનું જોર ઘટ્યું હોય એવું લાગી રહ્યું છે. સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 5 ઓગસ્ટ 2024, સોમવારે સવારે 6થી 12 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 70 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વલસાડના કપરાડામાં માત્ર એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બાકીના તાલુકામાં અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 56 તાલુકામાં વરસાદ
આજે સોમવારે વરસાદનું જોર ઘટ્યું હોય એવું લાગી રહ્યું છે. સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 5 ઓગસ્ટ 2024, સોમવારે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 56 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વલસાડના કપરાડામાં માત્ર માંડ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બાકીના તાલુકામાં અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો.
નવસારીના ખેરગામમાં નવ ઈંચ અને વલસાડના ધરમપુરમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવાર સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે નવસારીના ખેરગામમાં નવ ઈંચ, વલસાડના ધરમપુરમાં સાડા સાત ઈંચ, વલસાડમાં સવા સાત ઈંચ, ડાંગમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો હતો.
12 તાલુકામાં 4થી 9 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવાર સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 12 તાલુકા એવા છે જેમાં ચાર ઈંચ અને 9 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (mm) |
| નવસારી | ખેરગામ | 229 |
| વલસાડ | ધરમપુર | 185 |
| વલસાડ | વલસાડ | 180 |
| ડાંગ | ડાંગ-આહવા | 162 |
| વલસાડ | કપરાડા | 160 |
| નવસારી | ચિખલી | 158 |
| નવસારી | વાંસદા | 150 |
| ડાંગ | વઘઈ | 147 |
| વલસાડ | પારડી | 137 |
| વલસાડ | વાપી | 116 |
| ડાંગ | સુબિર | 116 |
| તાપી | ડોલવન | 113 |
24 કલાકમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવાર સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
આજે ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ, આજની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજની તાજેતરની આગાહી અનુસાર, આજે ચાર જિલ્લમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, નવસારી તથા દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. તો પાંચ જિલ્લામાં ઓરેન્જ એલ્રટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે. આ સિવાય અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ- પુત્ર પર હુમલો કર્યા બાદ ઇસ્લામ કબૂલવાની ધમકી આપનાર દલિત કોંગ્રેસી નેતા વિરુદ્ધ સ્ટેટ ટેરરિઝમ એક્ટ હેઠળ કેસ નોંધાયો
જો હવામાન વિભાગ દ્વારા આવતીકાલ સોમવારની આગાહીની વાત કરીએ તો, રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાં વરસાદનું જોર ઓછુ જોવા મળી શકે છે. હવામાન વિભાગે સોમવારે નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જેથી આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે. તો ભરૂચ, સુરત, તાપી, નર્મદા અને ડાંગ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.