ujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં શુક્રવારે ચોમાસું નબળું પડ્યું હોય એમ લાગ્યું હતું. વરસાદ પડવાના વિસ્તારોમાં ઘટાડો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 97 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જ્યારે 31 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. જોકે, આજે હવામાન વિભાગે પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના આ પાંચ જિલ્લાઓ માટે આજનો દિવસ ભારે હોવાનું માનવામાં આવે છે.
રાજ્યમાં સવારે 6થી 10 વચ્ચે 22 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 27 જુલાઈ 2024, શનિવારના રોજ સવારે 6 વાગ્યથી 10 વાગ્યા સુધીમાં 22 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ અમદાવાદના માંડલ તાલુકામાં નોંધાયો હતો. જ્યારે સાબરકાંઠાના તલોદમાં અડધો ઈંચ અને દાહોદના ગરબાડામાં પણ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
13 તાલુકામાં એકથી અઢી ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમર્જન્સી સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 97 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ તાપીના ઉચ્છલમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે છોટા ઉદેપુરમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. અહીં કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ(mm) |
| તાપી | ઉચ્છલ | 59 |
| છોટા ઉદેપુર | છોટા ઉદેપુર | 57 |
| આણંદ | આણંદ | 47 |
| વડોદરા | વડોદરા | 39 |
| તાપી | કુકરમુંડા | 36 |
| તાપી | સોમનાથ | 33 |
| પંચમહાલ | જાંબુઘોડા | 32 |
| વડોદરા | સાવલી | 31 |
| ડાંગ | સુબિર | 31 |
| છોટા ઉદેપુર | જેતપુરપાવી | 27 |
| વડોદરા | વાઘોડિયા | 26 |
| પંચમહાલ | હાલોલ | 26 |
| તાપી | નિઝર | 26 |
31 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી
સ્ટેટ ઇમર્જન્સી સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 97 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ તાલુકા પૈકી 31 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. અહીં એક અને બે એમએમ જ વરસાદ નોંધાયો હતો.
24 કલાકમાં ક્યાં કેટલો વરસદા નોંધાયો?
સ્ટેટ ઇમર્જન્સી સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 97 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
દક્ષિણ ગુજરાતના આ પાંચ જિલ્લાઓમાં માટે રેડ એલર્ટ
હવામાન વિભાગે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે 27 જુલાઈ 2024, શનિવારના દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ અને મહિસાગર ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઠ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે.