Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તોફાની બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ મધ્ય ગુજરાતમાં ધબધબાટી બોલાવી હતી. વરસાદે આણંદ અને વડોદરામાં જળબંબાકાર કરી દીધું હતું. વરસાદના આંકડા પ્રમાણે આણંદના બોરસદમાં સૌથી વધારે 14 ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ વડોદરા શહેરમાં સાડા આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. બુધવારના દિવસે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આજે ગુરુવારે 12 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
બપોરે બે વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 25 જુલાઈ 2024, ગુરુવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા રાજ્યના 54 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે દાહોદના ઝાલોદમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. અહીં વાંચો ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
આજે સવારથી વરસાદની ગતિ ધીમી પડી, માત્ર 32 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 25 જુલાઈ 2024, ગુરુવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પંચમહાલના શેહરામાં માંડ એક ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. અહીં વાંચો ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
આજે સવારે 6થી 8 વાગ્યા વચ્ચે માત્ર 21 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 25 જુલાઈ 2024, ગુરુવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં વાંચો ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (mm) |
| વલસાડ | કપરાડા | 9 |
| સાબરકાંઠા | હિંમતનગર | 8 |
| વલસાડ | વલસાડ | 8 |
| દાહોદ | ઝાલોદ | 6 |
| વલસાડ | ધરમપુર | 4 |
| અરવલ્લી | મોડાસા | 4 |
| અરવલ્લી | બાયડ | 3 |
| બનાસકાંઠા | દાંતા | 2 |
| સાબરકાંઠા | તલોદ | 2 |
| ગાંધીનગર | માણસા | 2 |
| નવસારી | ખેરગામ | 2 |
| વલસાડ | પારડી | 2 |
| વલસાડ | વાપી | 2 |
| છોટાઉદેપુર | સંખેડા | 2 |
| અમરેલી | અમરેલી | 1 |
| પંચમહાલ | હાલોલ | 1 |
| દાહોદ | ધનપુર | 2 |
| ડાંગ | આહવા | 1 |
| વલસાડ | ઉમેરગામ | 1 |
| ગીર સોમનાથ | ઉના | 1 |
| અરવલ્લી | ધનસુરા | 1 |
આણંદના બોરસદમાં 15 ઈંચ, વડોદરામાં સાડા 8 ઈંચ વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવાર સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 236 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં મેઘરાજાએ મધ્ય ગુજરાતમાં તોફાની બેટિંગ કરી હતી. ખાસ કરીને આણંદ અને વડોદરા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો.
18 કલાકમાં આણંદના બોરસદમાં 14 ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે વડોદરામાં સાડા આઠ ઇંચ, નર્મદાના તિલકવાડામાં પણ સાડા આઠ ઇંચ, વડદરાના પાદરમાં સવા આઠ ઇંચ,ભરૂચમાં સાડા સાત ઇંચ, નવસારીના ખેરગામમાં સાડા પાંચ ઈંચ. વરસાદ નોંધાયો હતો.
22 તાલુકામાં 4 ઈંચથી 8 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવાર સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 236 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ તાલુકા પૈકી 22 તાલુકા એવા છે જેમાં 4થી 8 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. નીચે કોષ્ટકમાં વાંચો ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (mm) |
| ભરૂચ | ભરૂચ | 186 |
| નવસારી | ખેરગામ | 159 |
| છોટા ઉદેપુર | નસવાડી | 156 |
| નર્મદા | નાંદોદ | 146 |
| વડોદરા | સિનોર | 144 |
| ભરૂચ | ઝઘડિયા | 135 |
| ભરૂચ | અંકલેશ્વર | 135 |
| ગાંધીનગર | દહેગામ | 132 |
| ભરૂચ | હાંસોટ | 130 |
| સુરત | મહુવા | 120 |
| પંચમહાલ | હાલોલ | 117 |
| છોટાઉદેપુર | સંખેડા | 117 |
| ભરૂચ | વગ્રા | 113 |
| વડોદરા | ડભોઈ | 111 |
| સુરત | માંગરોલ | 110 |
| વડોદરા | કરજણ | 108 |
| સુરત | બરડોલી | 106 |
| ડાંગ | વઘઈ | 106 |
| ખેડા | કપડવંજ | 104 |
| ભરૂચ | વાલિયા | 103 |
| આણંદ | ખંભાત | 102 |
| સાબરકાંઠા | તલોદ | 102 |
| સુરત | પલસાણા | 101 |
રાજ્યના 236 તાલુકામાં વરસાદ નોંધાયો.
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવાર સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 236 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. નીચે આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
આણંદ સહિત 13 જિલ્લાઓ માટે આજનો દિવસ અત્યંત ભારે
હવામાન વિભાગે જાહેર કરેલા વરસાદની આગાહી પ્રમાણે આજે 25 જુલાઈ 2024, ગુરુવારનો દિવસ રાજ્યના 13 જિલ્લાઓ માટે ભારે રહેવાનો છે કારણ કે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓની વાત કરીએ તો આણંદ જિલ્લા ઉપર વરસાદી ખતરો મંડરાઈ રહ્યો છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દ્વારકામાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ- Kargil Vijay Diwas 2024 : કેમ મનાવવામાં આવે છે કારગિલ વિજય દિવસ? જાણો આ ગૌરવપૂર્ણ દિવસની વીર ગાથા 10 પોઇન્ટ્સમાં
આ ઉપરાંત આજે ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, ડાંગ, તાપી, તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધિનગર, અરવલ્લી, મહિસાગર અને કચ્છ જિલ્લામાં આજે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.