Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં ચોમાસું ફૂલબહારમાં ખીલી ગયું છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અને ત્યારબાદ કચ્છમાં પણ વરસાદે તોફાની બેટિંગ કરી રહ્યું છે. ત્યારે આ વિસ્તારોમાં હજી પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના મળીને 11 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આકંડ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
વડોદરાના પાદરમાં બે કલાકમા સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદનાં આકંડા પ્રમાણે આજે બુધવારે સવારે 6 બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 113 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ નોંધાયો હતો. પાદરામાં બપોરના બે કલાકમાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
આણંદના બોરસદમાં મૂળશધાર વરસાદ, છ કલાકમાં સાડા 12 ઈંચ વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદનાં આકંડા પ્રમાણે આજે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં ગુજરાતના 167 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે આણંદના બોરસદમાં સાડા 12 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નર્મદાના તિલકવાડામાં સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં વાંચો ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
ગુજરાતમાં આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 157 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદનાં આકંડા પ્રમાણે આજે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 157 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચમાં છ ઈંચ, આણંદના બોરસદમાં સવા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. ભરૂચના અંકલેશ્વરમાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.
આજે બુધવારે સવારે 6થી 8 વચ્ચે 120 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીના સુધીના 2 કલાકના સમયમાં ગુજરાતના 120 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં નોંધાયો હતો. અહીં બે કલાકમાં અઢી ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જળબંબાકાર
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં ગુજરાતના 206 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જળબંબાકાર કરી દીધો હતો. આ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પલસાણામાં 10 ઈંચ, નવસારીના ખેરગામમાં પોણા 10 ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં પોણા નવ ઈંચ, સુરતના કામરેજમાં સવા આઠ ઈંચ, બારડોલીમાં આઠ ઈંચ વરસાદ પડ્યો હતો.
29 તાલુકામાં 4થી 8 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં ગુજરાતના 206 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 29 તાલુકા એવા છે જેમાં 4 ઈંચથી લઈને 8 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. અહીં કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (mm) |
| દેવભૂમી દ્વારકા | દ્વારકા | 189 |
| ડાંગ | વઘઈ | 185 |
| તાપી | વ્યારા | 174 |
| નવસારી | વાંસદા | 170 |
| સુરત | માંગરોલ | 165 |
| નવસારી | નવસારી | 164 |
| સુરત | શહેર | 162 |
| જામનગર | જોડિયા | 158 |
| કચ્છ | માંડવી | 154 |
| સુરત | મહુવા | 154 |
| ડાંગ | આહવા | 154 |
| કચ્છ | મુંદ્રા | 152 |
| તાપી | ડોલવાન | 151 |
| નવસારી | જલાલપોર | 142 |
| તાપી | સોમનાથ | 137 |
| ડાંગ | સુબિર | 135 |
| કચ્છ | નખત્રાણા | 131 |
| નર્મદા | સાગબારા | 131 |
| જૂનાગઢ | કેશોદ | 126 |
| દેવભૂમી દ્વારકા | ભાનવડ | 122 |
| નવસારી | ગણદેવી | 120 |
| નવસારી | ચિખલી | 116 |
| સુરત | માંડવી | 114 |
| સુરત | ચોરાસી | 111 |
| કચ્છ | રાપર | 110 |
| રાજકોટ | ધોરાજી | 104 |
| વલસાડ | વલસાડ | 102 |
| તાપી | વાલોદ | 101 |
| વલસાડ | ધરમપુર | 100 |
24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં ગુજરાતના 206 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
આજે 11 જિલ્લાઓમાં વરસાદી ખતરો
હવામાન વિભાગે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે 24 જુલાઈ 2024, બુધવારના દિવસે 11 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડશે. ત્યારે કચ્છ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી ખતરો મંડરાઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ- Gujarat Dam Water Storage : ગુજરાતમાં 31 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ, સરદાર સરોવર ડેમ 55 ટકા ભરાયો
આ ઉપરાંત આજે બુધવારે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર,અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પણ આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે.