scorecardresearch
Premium

ગુજરાત વરસાદ : આજે કચ્છમાં મેઘરાજાની સવારી, કચ્છના નખત્રાણા અને માંડવીમાં ભારે વરસાદ

IMD Weather Forecast Today 23 July 2024 (હવામાન વિભાગની આગાહી): સૌરાષ્ટ્રમાં 22 કલાકમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે ત્યારે આજે 13 જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે.

Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને આગાહી
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને આગાહી – photo – Social Media

Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે અને વરસાદી માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના દેવભૂમી દ્વારકા અને જૂનાગઢ જિલ્લામાં નોંધાયો હતો. હવામાન વિભાગે આજે 13 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.

આજે કચ્છના નખત્રાણા અને માંડવીમાં ભારે વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 23 જુલાઈ 2024, સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યાથી સુધીમાં 7 કલાકમાં રાજ્યના 120 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે કચ્છના નખત્રાણામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે કચ્છના માંડવીમાં પણ પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં સવારે 6 થી 8 વાગ્યા સુધી 61 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રમાણે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે કચ્છના નખત્રાણામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં વાંચો ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જળબંબાકાર

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં સાડા 11 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જૂનાગઢના માણાવદરમાં 10 ઈંચ વરસાદ નોંધાયો હતો. વિસાવદરમાં સાડા 8 ઈંચ વરસાદ નોંધાયો હતો.

28 તાલુકામાં નોંધાયો 4 ઈંચ કરતા વધારે વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ પૈકી 28 તાલુકા એવા છે જ્યાં 4 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

જિલ્લોતાલુકોવરસાદ (mm)
દેવભૂમી દ્વારકાકલ્યાણપુર287
જૂનાગઢમાણાવદર255
જૂનાગઢવિસાવદર209
સુરતપલસાણા189
સુરતબારડોલી178
જૂનાગઢકેશોદ177
જૂનાગઢમાલિયા હાટિના149
વલસાડવાપી149
દેવભૂમી દ્વારકાદ્વારકા148
રાજકોટઉપલેટા143
પોરબંદરરાણાવાવ135
વલસાડઉમરગામ135
સુરતકામરેજ134
ગીર સોમનાથગીર ગઢડા132
નવસારીચિખલી128
સુરતમાંડવી125
પોરબંદરકુતિયાણા121
નવસારીનવસારી117
સુરતસુરત શહેર113
જૂનાગઢજૂનાગઢ112
જૂનાગઢજૂનાગઢ શહેર112
કચ્છમુન્દ્રા111
ગીર સોમનાથકોડિનાર108
વલસાડવલસાડ108
જૂનાગઢવંથલી105
નવસારીજલાલપોર103

22 કલાકમાં 161 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 4 વાગ્યા સુધીમાં 22 કલાકના સમયમાં રાજ્યના 161 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

હવામાન વિભાગની આજની આગાહી

હવામાન વિભાગે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે 23 જુલાઈ 2024, મંગળવારના રોજ ગુજરાતના 11 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથમાં ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બજેટ 2024ની તમામ અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

આ ઉપરાંત વડોદરા, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, બોટાદ અને દિવસમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ, આણંદ, દાહોદ, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Web Title: Gujarat weather update 23 july 2024 imd weather forecast today monsoon red alert in gujarati rain in 161 talukas heavy to heavy rain in devbhoomi dwarka and junagadh ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×