Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘરાજા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ, સુરત અને નવસારી જિલ્લામાં પડ્યો હતો. બીજી તરફ હવામાન વિભાગે આજે સોમવારની આગાહી કરી છે જેમાં 12 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે.
સોમવારે બપોરે બે કલાકમાં દ્વારકામાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 22 જુલાઈ 2024, સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીમાં છ કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ નોંધાયો હતો. આ ઉપરાંત બપોરે 12થી 2 વાગ્યા વચ્ચે 91 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ સમયમાં દ્વારકામાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 22 જુલાઈ 2024, સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીમાં છ કલાકમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ જૂનાગઢના માણાવદરમાં 6 ઇંચ અને માળિયા હાટીનામાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો.
દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 22 જુલાઈ 2024, સોમવારે સવારે 8 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધીમાં બે કલાકમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સવારથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદે ભૂક્કા બોલાવી દીધા હતા. બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જૂનાગઢના માણાવદરમાં ત્રણ ઈંચ, રાજકોટના પેટલાદમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
આજે સવારે બે કલાકમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 22 જુલાઈ 2024, સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ગીર સોમનાથના ગીર ગઢડામાં અઢી ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. સવારના બે કલાકમાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વલસાડના ઉમરગામમાં આઠ ઈંચથી વધુ, સુરતના કામરેજ અને પલસાણામાં સાડા છ ઈંચ, સુરત શહેરમાં પોણા છ ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
દક્ષિણ ગુજરાતમાં મેઘાની ધબધબાટી
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 137 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના ઉમરગામમાં આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણામાં છ ઈંચ, કામરેજમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો.
12 તાલુકામાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 137 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.નીચે આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (MM) |
| વલસાડ | ઉમરગામ | 201 |
| સુરત | પલસાણા | 156 |
| સુરત | કામરેજ | 138 |
| સુરત | સુરત શહેર | 138 |
| તાપી | નિઝર | 138 |
| નવસારી | નવસારી | 123 |
| સુરત | મહુવા | 115 |
| ભરૂચ | અંકલેશ્વર | 114 |
| સુરત | ઓલપાડ | 107 |
| સુરત | બારડોલી | 105 |
| વલસાડ | પારડી | 104 |
| ગીર સોમનાથ | વેરાવળ | 102 |
22 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 137 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
આ પણ વાંચોઃ- કબૂતરોના સંપર્કમાં આવવાથી ફેફસાના જીવલેણ રોગ થઇ શકે, લક્ષણો અને બીમારી વિશે જાણો
આજે ગુજરાતના 12 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે 22 જુલાઈ 2024, સોમવારના દિવસે ગુજરાતના 9 જિલ્લા અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યંત ભારે વરસાદ પડશે. આ વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં અત્યંત ભારે વરસાદ પડશે.
આ ઉપરાંત છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને ડાંગ તેમજ રાજકોટ, જામનગર, ભાવનગર અને બોટાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. દાહોદ, વડોદરા અને સુરેન્દ્રનગર, મોરબી તેમજ કચ્છમાં આજે ભારે વરસાદ પડી શકે છે.