scorecardresearch
Premium

Gujarat Weather Updates : ગુજરાતમાં ચોમાસું ફરી જામ્યું, 24 કલાકમાં 76 તાલુકામાં વરસાદ, આજે ક્યાં પડશે ભારે વરસાદ?

IMD Weather Forecast Today 22 August 2024 (હવામાન વિભાગની આગાહી): છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ આણંદના ખંભાતમાં ત્રણ ઇંચ જેટલો તો ખેડાના ખટલાલમાં સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને આગાહી
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને આગાહી – Express photo

Gujarat Weather Forecast, ગુજરાત વરસાદ આગાહી : ગુજરાતમાં મેઘરાજા ફરી મહેરબાન થવા લાગ્યા છે. ગુજરાતમાં બુધવારે મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા વરસ્યા હતા. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ આણંદના ખંભાતમાં ત્રણ ઇંચ જેટલો તો ખેડાના ખટલાલમાં સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આજના દિવસની આગાહીની વાત કરીએ તો આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 14 જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે.

આણંદના ખંભાતમાં ત્રણ અને ખેડાના કઠલાલમાં બે ઈંચ વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં ગુજરાતમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ આણંદના ખંભાતમાં ત્રણ ઈંચ અને ખેડાના કઠલાલમાં બે ઈંચ, ડાંગના આહવામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

15 તાલુકામાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં ગુજરાતમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 15 તાલુકા એવા છે જેમાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

જિલ્લોતાલુકોવરસાદ (mm)
આણંદખંભાત71
ખેડાકઠલાલ54
ડાંગઆહવા49
નવસારીવાંસદા43
દાહોદધનપુર38
પોરબંદરકુતિયાણા35
સુરેન્દ્રનગરથાનગઢ32
બનાસકાંઠાદાંતા32
રાજકોટધોરાજી31
રાજકોટજેતપુર29
દાહોદદેવગઢબારિયા28
સુરેન્દ્રનગરચોટીલા27
દાહોદફતેપુરા25
ખેડાનડિયાદ24

24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં ગુજરાતમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો?

આજે ગુજરાતના 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું ફરી જામ્યું છે ત્યારે આજે 22 ઓગસ્ટ 2024, ગુરુવારના દિવસે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 14 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, દીવમાં સામાનય્ વરસાદ પડશે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહિસાગર, વડોદરામાં સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી હતી.

Web Title: Gujarat weather update 22 august 2024 imd weather monsoon rain in 76 talukas in 24 hours today heavy rain forecast ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×