Gujarat Weather Forecast, ગુજરાત વરસાદ આગાહી : થોડા દિવસના આરામ બાદ મેઘરાજાએ આળસ મરડી છે અને ફરીથી વરસવાનું શરુ કરી દીધું છે. મેઘરાજા અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ઉપર મહેરબાન છે. છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ડાંગ જિલ્લાના આહવામાં પડ્યો હતો. આજે પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મન મુકીને વરસી શકે છે. હવામાન વિભાગે આજે દક્ષિણ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આજે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 21 ઓગસ્ટ 2024, બુધવારના રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 10 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતમાં પોણો ઈંચ નોંધાયો હતો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (mm) | 
| ખેડા | નડિયાદ | 20 | 
| સુરત | શહેર | 20 | 
| સુરેન્દ્રનગર | ચોટીલા | 11 | 
| ખેડા | મહેમદાબાદ | 8 | 
| રાજકોટ | જસદણ | 6 | 
| અમરેલી | ખાંભા | 3 | 
| ભરૂચ | જંબુસર | 3 | 
| દાહોદ | ગરબડા | 2 | 
| અમદાવાદ | શહેર | 1 | 
| ભરૂચ | આમોદ | 1 | 
11 તાલુકામાં 2થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
મંગળવારે મેઘરાજા મહેરબાન થયા હતા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 97 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ડાંગ જિલ્લા આહવામાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (mm) | 
| ડાંગ | આહવા | 93 | 
| નવસારી | ચિખલી | 78 | 
| છોટા ઉદેપુર | ક્વાંટ | 75 | 
| સુરત | પલસાણા | 67 | 
| નર્મદા | નાંદોદ | 62 | 
| ભાવનગર | ગારિયાધાર | 61 | 
| છોટા ઉદેપુર | છોટા ઉદેપુર | 58 | 
| છોટા ઉદેપુર | જેતપુરપાવી | 58 | 
| ભરૂચ | ભરૂચ | 53 | 
| તાપી | ડોલવન | 51 | 
| ખેડા | ગળતેશ્વર | 50 | 
24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 97 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
મધ્ય અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. વિસ્તારોની વાત કરીએ તો દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ સેવી છે. આ સિવાય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
 
						 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													