scorecardresearch
Premium

ગુજરાત વરસાદ : દ્વારકામાં સવારથી જ મેઘાની તોફાની બેટિંગ, 12 વાગ્યા સુધી સાડા 6 ઈંચ વરસાદ, વેરાવળમાં પોણા ચાર ઈંચ

IMD Weather Forecast Today 20 July 2024 (હવામાન વિભાગની આગાહી): સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે ત્યારે આજે 11 જિલ્લાઓમાં મેઘરાજા તાંડવ મચાવવાની આગાહી કરી છે.

Gujarat Rain, Gujarat, Rain
ગુજરાત વરસાદ

Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ ગઈ છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો હતો, જૂનાગઢ, દેવભૂમી દ્વારકા અને પોરબંદરમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દ્વારકામાં 15 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ત્યારે આજે શનિવારે પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો મળી 11 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.

દ્વારકામાં સવારથી જ મેઘાની તોફાની બેટિંગ, 12 વાગ્યા સુધી સાડા 6 ઈંચ વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 20 જુલાઈ 2024, શનિવારના રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા વચ્ચે છ કલાકમાં રાજ્યમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે દેવભૂમી દ્વારકાના દ્વારકામાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગીર સોમનાથના વેરાવળમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

રાજ્યમાં સવારે બે કલાકમાં 32 તાલુકામાં વરસાદ, જૂનાગઢમાં સવારથી જ ભારે વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 20 જુલાઈ 2024, શનિવારના રોજ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે બે કલાકમાં રાજ્યમાં 32 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢમાં નોંધાયો હતો. જૂનાગઢના વંથલીમાં બે ઈંચ, જૂનાગઢ શહેરમાં દોઢ ઈંચ અને માણાવદરમાં એક ઈંચ કરતા વધારે વરસાદ પડ્ય હતો.

દ્વારકામાં 15 ઈંચ, પોરબંદરમાં 10 ઈંચ અને કેશોદમાં સાડા 8 ઈંચ વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે છ વાગ્યા સુધીમાં 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં 15 ઈંચ, પોરબંદરમાં 10 ઈંચ અને જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સાડા આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતના 9 જિલ્લાઓમાં પડ્યો 4થી 15 ઈંચ સુધી વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે છ વાગ્યા સુધીમાં 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 9 તાલુકામાં ચાર ઈંચથી લઈને 15 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.

જિલ્લોતાલુકોવરસાદ (mm)
દેવભૂમી દ્વારકાદ્વારકા371
પોરબંદરપોરબંદર253
જૂનાગઢકેશોદ213
જૂનાગઢવંથલી179
દેવભૂમી દ્વારકાકલ્યાણપુર166
વલસાડઉમેરગામ164
દેવભૂમી દ્વારકાઉમેરગામ164
પોરબંદરરાણાવાવ115
વલસાડવલસાડ107

રાજ્યમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે છ વાગ્યા સુધીમાં 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

આજે રાજ્યના 11 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, ભૂક્કા કાઢી નાંખે એવો પડશે વરસાદ

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે ગુજરાતના 11 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડશે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચોઃ- Diabetes Diet Tips: ડાયાબિટીસ દર્દીઓ માટે ઝેર છે આ 3 સફેદ ચીજ, બ્લડ સુગર લેવલ ઝડપથી વધશે

આ વિસ્તારો ઉપરાંત આજે 20 જુલાઈ 2024, શનિવારના દિવસે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. તેમજ અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Web Title: Gujarat weather update 20 july 2024 imd weather forecast today monsoon red alert in gujarati 15 inches of rain in dwarka in 24 hours ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×