scorecardresearch
Premium

Gujarat Weather Updates : ગુજરાતમાં ફરી ધબધબાટી બોલાવાનું શરુ કરશે વરસાદ, આજે આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

IMD Weather Forecast Today 20 August 2024 (હવામાન વિભાગની આગાહી): હવામાન વિભાગ પ્રમાણે આજે ગુજરાતના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં વરસાદે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માત્ર હાજરી પુરાવી હતી.

Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદ અને આગાહી
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદ અને આગાહી – Express photo

Gujarat Weather Forecast, ગુજરાત વરસાદ આગાહી : થોડા દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી બેટિંગ કરવા માટે તૈયાર થયા છે. હવામાન વિભાગ પ્રમાણે આજે ગુજરાતના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. જોકે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો 24 કલાકમાં ગુજરાતના 17 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામ અને ભાવનગરના તળાજામાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

24 કલાકમાં 17 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 17 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામમાં એક ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

જિલ્લોતાલુકોવરસાદ (mm)
નવસારીખેરગામ27
ભાવનગરતળાજા26
પંચમહાલશેહરા20
ડાંગવઘઈ15
તાપીવાલોદ14
વલસાડકપરાડા10
તાપીડોલવન10
ડાંગઆહવા9
અમરેલીખાંભા7
રાજકોટગાંડલ5
ડાંગસુબિર3
સાબરકાંઠાઈડર3
બાટાદરાણપુર2
નવસારીનવસારી2
નવસારીજલાલપોર1
વલસાડધરમપુર1
તાપીવ્યારા1

આજે ગુજરાતના 8 જિલ્લામાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે 20 ઓગસ્ટ 2024, મંગળવારના રોજ ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ વિસ્તારોની વાત કરીએ તો આજે સુરત, ડાંગ, તાપી, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવા વરસાદની શક્યતા છે. તેમજ છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે.

જ્યારે આવતી કાલ બુધવારના રોજ ડાંગ, તાપી, નવસારી વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.

Web Title: Gujarat weather update 20 august 2024 imd weather forecast heavy rain forecast in eight districts todaylast 24 hours rain data ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×