Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં થોડા દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ વરસાદે ફરી વિરામ વિધો હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડતી હોય એવું લાગી રહ્યું છે. કારણકે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં માત્ર 42 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. એમાં પણ કચ્છના લખપતમાં માત્ર એક જ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ચાર તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 19 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે.
ગુજરાતમાં ગુરુવારે સવારે 6થી 10 વચ્ચે 25 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 25 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડમાં અડધો ઈંચ વરસાદ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના ગાળામાં માત્ર 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં એક જ તાલુકો એવો હતો જેમાં માત્ર એક ઈંચ વરસાદ પડ્યો હતો. 24 કલાકમાં સૌથી વધારે કચ્છના લખપતમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં 24 કલાકમં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
24 કલાકમાં ગુજરાતના 19 તાલુકામાં તો વરસાદે માત્ર હાજરી પુરાવી
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના ગાળામાં માત્ર 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 19 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે એટલે કે અહીં 1 કે 2 એમએમ વરસાદ નોંધાયો છે.
| જિલ્લો | તાલુકો | વરસાદ(mm) |
| જામનગર | જામનગર | 2 |
| વલસાડ | કપરાડા | 2 |
| વડોદરા | પાદરા | 2 |
| નવસારી | ચિખલી | 2 |
| ગીર સોમનાથ | કોડિનાર | 2 |
| વડોદરા | વડોદરા | 2 |
| વડોદરા | સિનોર | 2 |
| ખેડા | કપરાડા | 2 |
| બનાસકાંઠા | વાવ | 2 |
| પંચમહાલ | શેહરા | 2 |
| પોરબંદર | કુતિયાણા | 1 |
| જુનાગઢ | જુનાગઢ | 1 |
| જુનાગઢ | જુનાગઢ શહેર | 1 |
| વલસાડ | વાપી | 1 |
| ભાવનગર | મહુવા | 1 |
| ખેડા | માતર | 1 |
| નવસારી | જલાલપોર | 1 |
આજે સૌરાષ્ટ્રમાં વરસાદ બોલાવશે ધબધવાટી, વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે 18 જુલાઈ 2024, ગુરુવારના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જુનાગઠ, અરમેલી, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ- પાંચ દિવસ અતિભારે વરસાદની સંભાવના, ગુજરાતમાં સિઝનનો કેટલા ટકા વરસાદ નોંધાયો?
આ ઉપરાંત બનાસકાંટા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.