scorecardresearch
Premium

Gujarat Weather Update, હવામાન સમાચાર :ચોમાસું નબળું પડ્યું, આજે બપોરના 12 વાગ્યા સુધીમાં માત્ર 10 તાલુકામાં વરસાદ, અડધો ઈંચથી પણ ઓછો

IMD Weather Forecast Today 17 July 2024 (હવામાન વિભાગની આગાહી): આજે હવામાન વિભાગે 10 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Rain 2024, rain in gujarat,
ગુજરાતમાં વરસાદ. (Express photo – Nirmal Harindran)

Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે ક્યાંક છાંટા તો ક્યાંક મુશળધાર વરસાદ પડી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં આજે મુશળધાર વરસાદ પડવાની શક્યતાઓ છે. તંત્ર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથના વેરાવળમાં સવા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો.

આજે બપોરના 12 વાગ્યા સુધીમાં માત્ર 10 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર 10 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ગીર સોમનાથના તાલાલામાં અડધો ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો. નીચે આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

જિલ્લોતાલુકોવરસાદ (mm)
ગીર સોમનાથતાલાલા9
અમદાવાદમાંડલ8
જૂનાગઢકેશોદ6
જૂનાગઢમાલિયા હાટિના6
અમરેલીરાજુલા4
સુરેન્દ્રનગરધ્રાંગધ્રા3
બનાસકાંઠાવાવ2
આણંદખંભાત2
વડોદરાસિનોર2
વલસાડઉમરગામ2

રાજ્યમા 24 કલકામાં 14 તાલુકામાં નોંધાયો 2થી 4 ઈંચ વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 4 વાગ્યા સુધીના 24 કલાકના ગાળામાં રાજ્યના 145 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જે પૈકી 14 તાલુકા એવા છે જ્યાં બે ઈંચથી ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જે નીચે પ્રમાણે છે.

જિલ્લોતાલુકોવરસાદ (MM)
સાબરકાંઠાખેડબ્રહ્મા104
દેવભૂમી દ્વારકાખંભાળિયા71
બનાસકાંઠાવડગામ67
બનાસકાંઠાદાંતા67
દેવભૂમી દ્વારકાકલ્યાણપુર66
કચ્છમુન્દ્રા64
દેવભૂમી દ્વારકાદ્વારકા63
જૂનાગઢમેંદરડા60
પોરબંદર પોરબંદર59
રાજકોટલોધિકા56
જામગરલાલપુર54
ખેડામહુધા53
રાજકોટરાજકોટ51
કચ્છમાંડવી50

રાજ્યમા 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના ગાળામાં રાજ્યના 158 તાલુકામાં વરસાદ પડ્યો હતો. આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે 17 જુલાઈ 2024, બુધવારના દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અને દમણ અને દાદરા નગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

તેમજ હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહિસાગર અને વડોદરા ઉપરાંત કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ- બાળકો માટે ખતરનાક, ગુજરાતના બે જિલ્લાઓ બાનમાં, ચાંદીપુરા વાયરસનું નામ કેવી રીતે પડ્યું, શું છે ઈતિહાસ?

રાજ્યમાં 22 કલાકમાં 145 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 4 વાગ્યા સુધીના 22 કલાકના ગાળામાં રાજ્યના 145 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે ગીર સોમનાથના વેરાવણમાં સવા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જૂનાગઢના માણાવદરમાં પાંચ ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. રાજકોટના વાંછીયામાં પાંચ ઈંચ, જૂનાગઢના માંગરોણમાં પાંચ ઈંચ, જૂનાગઢના માલિયા હાટિનામાં પણ પોણા પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો.

Web Title: Gujarat weather update 17 july 2024 imd weather forecast today monsoon red alert in gujarati 10 districts heavy to very heavy rain imd forecast rain fells data ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×