scorecardresearch
Premium

Gujarat Weather Update,હવામાન સમાચાર : ગુજરાતમાં 22 કલાકમાં 213 તાલુકામાં વરસાદ, ક્યાં કેટલો વરસાદ નોંધાયો? આજે આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ?

IMD Weather Forecast Today 16 July 2024 (હવામાન વિભાગની આગાહી): આજે હવામાન વિભાગે 8 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદ અને આગાહી
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદ અને આગાહી – Express photo by Nirmal Harindran

Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં ફરીથી એકવાર મોનસુન સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘારાજા મહેરબાદ થયા છે. ખાસકરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને ભરૂચમાં વરસાદે દેધનાધન કરી મુકી હતી. સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 22 કલાકમાં કૂલ 213 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમેરપાડામાં 14 ઈંચ, ભરુચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..

10 તાલુકામાં પડ્યો 3 ઈંચથી 14 ઈંચ સુધી વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 4 વાગ્યા સુધીના 22 કલાકના સમયગાળામાં રાજ્યમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 10 તાલુકામાં 3 ઈંચથી 14 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

જિલ્લોતાલુકોવરસાદ(mm)
સુરતઉમરપાડા354
ભરૂચનેત્રંગ189
નર્મદાગરુડેશ્વર146
નર્મદાનાંદોદ131
નર્મદાતિલકવાડા106
અમરેલીલિલિયા92
સુરતમહુવા91
સાબરકાંઠાવિજયનગર83
અમરેલીસાવરકુંડલા76
પંચમહાલગોધરા74

22 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 4 વાગ્યા સુધીના 22 કલાકના સમયગાળામાં રાજ્યમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

આજની વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે 16 જુલાઈ 2024, મંગળવારના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે અહીં પડશે અત્યંત ભારે વરસાદ

હવામાન વિભાગની આજની આગાહીની વાત કરીએ તો આજે સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ડાંગ અને તાપી જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ- સાબરકાંઠા : ચાંદીપુરા વાયરસ ના શંકાસ્પદ ચેપને કારણે ચાર બાળકોના મોત, શું છે લક્ષણો? કેવી રીતે ફેલાય છે?

આજે ક્યા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ

આજે મંગળવારે 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો, 15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ ઓરેન્જ એલર્ટ જિલ્લાઓની વાત કરીએ તો, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, બોટાદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો યલો એલર્ટ મુજબ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાઠાં, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Web Title: Gujarat weather update 16 july 2024 imd weather forecast today monsoon red alert in gujarati 213 taluka rain in last 22 hours ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×