Gujarat Weather Forecast : ગુજરાતમાં ફરી પાછું ચોમાસું નબળું પડી ગયું છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદ માત્ર નામ પુરતો પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો માત્ર 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વડોદરાના સિનોરમાં દોઢ ઈંચ નોંધાયો છે. જ્યારે આગામી સાત દિવસ સુધી ક્યાંય ભારે વરસાદની શક્યતા ન હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ગુજરાતમાં બપોર સુધીમાં 28 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 16 ઓગસ્ટ 2024, શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં ગુજરાતના 28 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકાના દ્વારકામાં અડધો ઈંચ નોંધાયો હતો. ત્યારબાદ પંચમહાલના શેહરા અને છોટા ઉદેપુરના નસવાડીમાં અડધા ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.
24 કલાકમાં વડોદરાના સિનોરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો
ગુજરાતમાં ચોમાસું નબળું પડી રહ્યું છે ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળા દરમિયાન ગુજરાતમાં માત્ર 36 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વડોદરાના સિનોરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (mm) |
| વડોદરા | સિનોર | 34 |
| પંચમહાલ | ગોધરા | 17 |
| વડોદરા | કરજણ | 15 |
| નર્મદા | તિલકવાડા | 15 |
| પંચમહાલ | શેહરા | 10 |
| મહિસાગર | લુણાવાડા | 10 |
ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળા દરમિયાન ગુજરાતમાં માત્ર 36 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો.અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
આગામી સાત દિવસ સુધી વરસાદની શક્યતા નહિવત
અત્યારે ગુજરાતમાં વરસાદની સિસ્ટમ નબળી પડી ગઈ છે. જેના પગલે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ નથી. ત્યારે હવામાન વિભાગે પણ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ક્યાંક સામાન્ય વરસાદ પડશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 16 ઓગસ્ટ 2024થી લઈને 22 ઓગસ્ટ 2024 સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ નથી. આ સમય દરમિયાન ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ ક્યાંક હળવો વરસાદ પડી શકે છે.