scorecardresearch
Premium

Gujarat Weather Update, હવામાન સમાચાર : સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, બપોર સુધી 16 ઈંચ કરતા વધારે વરસાદ, ભરૂચના નેત્રગમાં સાડા સાત ઈંચ

IMD Weather Forecast Today 15 July 2024 (હવામાન વિભાગની આગાહી): ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે જ્યારે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.

surat umarpada heavy rain
સુરતના ઉમરેપાડામાં ભારે વરસાદ, Photo – Social media

Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે પરંતુ ક્યાં ક્યાં ચોમાસું નબળું પડ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ચોમાસું એકદમ નબળું પડ્યું હોય એમ રાજ્યના માત્ર 68 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે દાહોદમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.

બીજી તરફ હવામાન વિભાગે આજે સોમવારના દિવસની કરેલી આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે. જિલ્લાઓમાં ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, બપોર સુધી 16 ઈંચ કરતા વધારે વરસાદ

સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6થી 12 વાગ્યા સુધીમાં 6 કલાકમાં કુલ 51 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં 16 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ભરૂચના નેત્રગમાં સાડા સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત નર્મદાના ગરુડેશ્વરમાં પોણા છ ઈંચ વરસાદ, નર્મદાના નાંદોદમાં સવા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો.

સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, બે કલાકમાં 10 ઈંચ ખાબક્યો

સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 8થી 10 વાગ્યા સુધીમાં બે કલાકમાં કુલ 24 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ભરૂચના નેત્રગમાં સાડા પાંચ વરસાદ નોંધાયો હતો.

સોમવારે નર્મદાના ગરુડેશ્વરમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઈંચથી વધારે વરસાદ ખાબક્યો

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 15 જુલાઈ 2024, સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં કુલ 35 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં નર્મદાના ગરુડેશ્વરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગરુડેશ્વરમાં બે કલાકમાં પાંચ ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ અને નર્મદાના તિલકવાડામાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો.

16 તાલુકામાં અડધો ઈંચથી પોણા બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતના કુલ 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં 16 તાલુકામાં અડધો ઈંચથી લઈને પોણા બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

જિલ્લોતાલુકોવરસાદ(mm)
સુરતઉમરપાડા45
પંચમહાલગોધરા38
મહિસાગરવિરપુર37
તાપીસોનગઢ27
નર્મદાગરુડેશ્વર25
મહિસાગરલુણાવાડા25
નર્મદાનાંદોદ23
પંચમહાલઘોઘંબા20
દાહોદસિંગવાડ19
તાપીનિઝર18
સાબરકાંઠાવડાલી17
દાહોદઝાલોદ17
પંચમહાલશેહરા16
દાહોદસાંજેલી15
અરવલ્લીમાલપુર15
દાહોદધાનપુર11

રાજ્યમાં 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ, સૌથી વધારે

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે રવિવારને સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાક દરમિયાન રાજ્યના 68 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે 15 જુલાઈ 2024, સોમવારના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. સુરત, નવસારી, વલસાડ જિલ્લા ઉપરાંત દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ- સાબરકાંઠા : ચાંદીપુરા વાયરસ ના શંકાસ્પદ ચેપને કારણે ચાર બાળકોના મોત, શું છે લક્ષણો? કેવી રીતે ફેલાય છે?

આ ઉપરાંત હવામાન વિભાગે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે. તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Web Title: Gujarat weather update 15 july 2024 imd weather forecast today monsoon alert in gujarati 68 taluka rain in last 24 hours ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×