scorecardresearch
Premium

આજે ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી, 25 તાલુકામાં વરસાદ, આજની શું છે વરસાદની આગાહી

IMD Weather Forecast Today 14 August 2024 (હવામાન વિભાગની આગાહી): ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને આગાહી
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને આગાહી – Express photo

Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં ફરીથી ચોમાસું સક્રિય થયું છે. થોડા દિવસના વિરામ બાદ હવે મેઘરાજાની મહેર ગુજરાત ઉપર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરે છે. ત્યારે આજે ગુજરાતના 13 જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે.

આજે વરસાદની ગતિ ધીમી પડી, સવારે 10 વાગ્યા સુધીમાં 25 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપેરશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 14 ઓગસ્ટ 2024, બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથના તાલાલામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. બાકીના તાલુકામાં અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો.

17 તાલુકામાં અડધા ઈંચથી અઢી ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપેરશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવાર 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 17 તાલુકા એવા છે જેમાં અડધા ઈંચથી અઢી ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.

જિલ્લોતાલુકોવરસાદ (MM)
બનાસકાંઠાઅમિરગઢ38
અમદાવાદબાવળા3
વલસાડઉમરગામ22
સાબરકાંઠાપોસિના22
જૂનાગઢમેંદરડા20
જૂનાગઢવંથલી19
જૂનાગઢવિસાવદર18
કચ્છમાંડવી17
જૂનાગઢકેશોદ16
અમદાવાદમાંડલ16
દેવભૂમિ દ્વારકાદ્વારકા15
જૂનાગઢજૂનાગઢ14
જૂનાગઢશહેર14
રાજકોટગોંડલ14
ગીર સોમનાથસુત્રાપાડા14
સુરતબારડોલી14
મહિસાગરકડાણા14

30 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી

સ્ટેટ ઇમરજન્સી ઓપેરશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવાર 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં 30 તાલુકા એવા છે જેમાં વરસાદે માત્ર હાજરી જ પુરાવી હતી. એટલે કે આ વિસ્તારોમં એક અને બે એમએમ વરસાદ નોંધાયો હતો.

24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

સ્ટેટ ઇમરજન્સી ઓપેરશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવાર 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

આજે ગુજરાતના 13 જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે 14 ઓગસ્ટ 2024, બુધવારના દિવસે ગુજરતાના 13 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહદો, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદ પડશે.

આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી,ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર, વડોદરા, ડાંગ, તાપી તેમજ કચ્છ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં સામાન્ય વરસાદ રહેશે.

Web Title: Gujarat weather update 14 august 2024 imd weather forecast today monsoon orange alert in gujarati cloud deployment in gujarat heavy rain will occur in 13 districts today ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×