Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ ચોમાસું ફરી સક્રિય થયું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે આજના દિવસે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
રાજ્યના 8 તાલુકામાં બે ઈંચથી ચાર ઈંચ વચ્ચે વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાકના સમયમાં રાજ્યના 182 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમં 8 તાલુકા એવા છે જેમાં બે ઈંચથી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (MM) |
| નવસારી | નવસારી | 91 |
| સુરત | ઉમરવાડા | 75 |
| આણંદ | આણંદ | 74 |
| નવસારી | જલાલપોર | 68 |
| સુરત | પલસાણા | 66 |
| વડોદરા | ડભોઈ | 57 |
| પંચમહાલ | હાલોલ | 53 |
| તાપી | ડોલવન | 51 |
રાજ્યના 28 તાલુકામાં 1 ઈંચથી 2 ઈંચ વચ્ચે વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાકના સમયમાં રાજ્યના 182 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમં 28 તાલુકા એવા છે જેમાં 1 ઈંચથી 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેમાં તાપીના વાલોડમાં આશરે બે ઈંચ, ડાંગના સુબિરાં પોણા બે ઈંચ, સુરતના મહુવામાં પોણા બે ઈંચ, નવસારીના વાંસદામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાકના સમયમાં રાજ્યના 182 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
હવામાન વિભાગની આજની આગાહી
ગુજરાતના વરસાદ અંગે હવામાન વિભાગે આજના દિવસની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ, કચ્છ અને દીવમાં આગામી સાત દિવસોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.