scorecardresearch
Premium

Gujarat weather Updates : ગુજરાતમાં હજી બે દિવસ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગરમી ક્યારથી શરુ થશે?

Gujarat Summer weather update : હવામાન વિભાગે વધુ બે દિવસની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી બે દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

Gujarat rain forecast
ગુજરાતમાં વરસાદની આગાહી – Photo – freepik

Gujarat weather rain forecast, ગુજરાતમાં વરસાદની આગાહી : ગુજરાતમાં મે મહિનો અડધો થવા આવ્યો છે ઉનાળો આગળ વધી રહ્યો છે છતાં રાજ્યના વાતાવરણમાં હજી પણ વરસાદી માહાલો છે. રાજ્યના મોટાભાગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડે છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે વધુ બે દિવસની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી બે દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ઉનાળા વચ્ચે વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે 14 મે 2025 અને 15 મે 2025ના રોજ રાજ્યના મોટભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી કરી હતી.

આ ઉપરાંત હવામાન વિભાગે વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી હતી. આ વિસ્તારોમાં પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા હવામાન વિભાગે કરી છે.

ગુજરાતમાં ક્યારથી પડશે ગરમી?

હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જોકે, રાજ્યમાં તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે.આગામી બે દિવસ બાદ રાજ્યમાં ગરમીનો પારો ઉચકાવાની શક્યતાઓ હવામાન નિષ્ણાંતોમાં સેવાઈ રહી છે.

આ વર્ષે ચોમાસું વહેલા આવશેઃ હવામાન વિભાગ

હવામાન વિભાગના તજજ્ઞો અનુસાર આ વર્ષે દેશમાં ચોમાસું વહેલુ આવશે. 16 વર્ષ બાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વહેલું આવવાના સંકેત છે. કેરળમાં 4 દિવસ વહેલા ચોમાસું શરૂ થઈ જશે. કેરળમાં 1 જૂનના બદલે 27 મેના રોજ ચોમાસાનું આગમન થશે.

આ પણ વાંચોઃ- ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

હવામાન વિભાગે મહત્વની જાણકારી આપતા કહ્યું કે, બંગાળની ખાડીમાં 21 મેની જગ્યાએ 13 મેના રોજ ચોમાસું આવી જશે. આ વર્ષે સરેરાશ 106 ટકા વરસાદ વરસવાની આગાહી છે.

Web Title: Gujarat weather thunderstorms and rains predicted in these areas of gujarat for two more days ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×